અમેરિકન પત્રકારોને PM મોદીને ન પૂછવા દેવામાં આવ્યા સવાલ, કોંગ્રેસનો આરોપ

PC: twitter.com/narendramodi

G20 શિખર સંમેલનમાં સામેલ થવા પહોંચેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક ચાલેલી આ દ્વિપક્ષીય બેઠકમાં ઘણા મુદ્દાઓ પર સહમતિ બની. આ મુલાકાતને લઈને કોંગ્રેસે સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમે કહ્યું છે કે સરકારે દ્વિપક્ષીય બેઠક બાદ મીડિયાને તેમને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાની મંજૂરી ન આપી.

શુક્રવારે સાંજે દિલ્હી પહોંચેલા જો બાઈડેન શનિવાર અને રવિવારે પ્રગતિ મેદાનમાં નવનિર્મિત ભારત મંડપમ G20 શિખર સંમેલનમાં ભાગ લેશે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમનું કહેવું છે કે ઘણા અનુરોધો છતા ભારતે તેમની દ્વિપક્ષીય બેઠક બાદ મીડિયાને તેમને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાની મંજૂરી આપી નથી. રાષ્ટ્રપતિ જો બાઈડેન હવે 11 સપ્ટેમ્બરના રોજ વિયતનામમાં પોતાની સાથે ઉપસ્થિત મીડિયાના સવાલોના જવાબ આપશે.’

તેમણે આગળ કહ્યું કે, ‘જરાય આશ્ચર્યની વાત નથી. આ પ્રકારે મોદી શૈલીમાં લોકતંત્ર બનાવવામાં આવે છે.’ ભારત અને દક્ષિણ એશિયામાં પહેલી વખત આયોજિત થઈ રહેલું G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઘણા વિશ્વના નેતા દિલ્હી પહોંચ્યા છે. વર્તમાનમાં ભારત પાસે G20ની અધ્યક્ષતા છે. એક અન્ય પોસ્ટમાં જયરામ રમેશે લખ્યું કે, ‘નવી દિલ્હીમાં પહેલું ઇન્ટરનેશનલ સંમેલન આપણી આઝાદી અગાઉ 23 માર્ચ અને 2 એપ્રિલ, 1947 વચ્ચે આયોજિત કરવામાં આવ્યું હતું. તેને એશિયન સંબંધ સંમેલનમાં રૂપમાં ઓળખવામાં આવે છે અને તેના પર ઘણા પુસ્તકો લખવામાં આવ્યા છે, જેમાં 28 દેશોએ ભાગ લીધો હતો.

વર્તમાન સત્તાધારી વ્યવસ્થામાં વિદેશ મંત્રી એકલા જ તેના મહત્ત્વ અને પ્રભાવને સમજશે. ભલે આજે તેને ઓછું આંકી રહ્યા છે. આ આયોજન જૂના કિલ્લામાં એક મોટા પંડાલ નીચે સાર્વજનિક રૂપે આયોજિત કરવામાં આવતું હતું અને તેમાં પર્યવેક્ષકોના રૂપમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, USSR, UK અને સંયુક્ત રાષ્ટ્ર સામેલ હતા. સમાપન પર મહાત્મા ગાંધીએ ભાષણ આપ્યું અને તેમનું ભાષણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp