મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો, ઉદ્ધવ ઠાકરેએ મોટો ખેલ કરી દીધો
મહારાષ્ટ્રમાં ભાજપને મોટ ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ભાજપના એક મોટા નેતા ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જોડાઇ રહ્યા છે. અત્યાર સુધી એવું હતું કે બીજી પાર્ટીના લોકો ભાજપમાં આવતા હતા, હવે ટ્રેન્ડ બદલાયો છે.
મહારાષ્ટ્રમાં આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે લોકસભા 2024માં ઇન્ડિયા ગઠબંધનના પરફોર્મન્સથી ઉદ્ધવ ઠાકરે ફોર્મમાં આવી ગયા છે. જાણવા મળેલી વિગત મુજબ તેમણે મહારાષ્ટ્રમાં ઓપરેશન મસાલ શરૂ કર્યું છે. તેઓ રવિવારે છત્રપતિ સંભાજી નગરની મુલાકાતે ગયા છે અને ત્યાં ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર રાજુ શિંદે ભાજપ છોડીને ઉદ્ધવની શિવસેનામાં જોડાવવાના છે. રાજુ શિંદેને ભાજપના અનેક સિનિયર નેતાઓએ સમજાવ્યા છતા તેઓ માન્યા નથી અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp