બિહારના ડેપ્યુટી CMએ મૂંડન કરાવ્યું અને પાઘડી ઉતારી, જાણો શું પ્રતિજ્ઞા હતી?
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બુધવારે અયોધ્યાની સરયૂ નદીમાં મૂંડન કરાવ્યું હતું અને પોતાની પાઘડી ઉતારી દીધી હતી. તેમણે લોકોને નમન કર્યું હતું. હવે સવાલ એ છે કે નાયબ મુખ્યમંત્રીએ મૂંડન અને પાઘડી કેમ ઉતારી?
તો વાત 2 વર્ષ પહેલાંની છે. સમ્રાટ ચૌધરી બિહારના ભાજપ પ્રદેશ પ્રમુખ હતા અને નીતિશ કુમારની RJD ગઠબંધન સાથેની સરકાર ચાલતી હતી. તે વખતે ચૌધરીએ કહ્યુ હતું કે, બિહારમાંથી મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારને નહીં હટાવું ત્યાં સુધી પાઘડી ઉતારીશ નહીં. ત્યારથી તેમણે પાઘડી બાંધી હતી. પરંતુ એ પછી નીતીશ કુમારે RJD સાથે છેડો ફાડીને NDA ગઠબંધનમાં સરકાર બનાવી અને પોતે ફરી મુખ્યમંત્રી બની ગયા. નીતિશ કુમારની સરકારમાં સમ્રાટ ચૌધરીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા. પ્રતિજ્ઞા પુરી ન થઇ એટલે તેમણે મૂંડન કરાવ્યું અને પાઘડી ઉતારી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp