બિહાર ફ્લોર ટેસ્ટ: ઓપરેશન લોટસ સામે RJDના લાલટેનનો ખેલ ભારે પડશે?

PC: business-standard.com

બિહારમાં આવતીકાલે એટલે કે સોમવારે ફ્લોર ટેસ્ટ છે. તે પહેલા RJD અને JDU કેમ્પમાં ડિનર પોલિટિક્સનો રાઉન્ડ ચાલી રહ્યો છે. નીતિશ સરકારમાં મંત્રી વિજય કુમાર ચૌધરીના ઘરે આજે સાંજે 5 વાગે JDU ધારાસભ્ય દળની બેઠક છે. બેઠક બાદ ધારાસભ્યો માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજરી આપશે.

આ દરમિયાન RJD નેતા મૃત્યુંજય તિવારીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, અમારા તમામ ધારાસભ્યોએ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. બધા સાથે રહેશે. આ સરકાર 24 કલાકની મહેમાન છે. ઓપરેશન લાલટેન ઓપરેશન લોટસને પાછળ છોડી દેશે

આ પહેલાં, JDU ધારાસભ્યોની એકતાની કસોટી કરવા માટે ગઈકાલે મંત્રી શ્રવણ કુમારના ઘરે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, JDUના 45માંથી માત્ર 39 ધારાસભ્યોએ જ હાજરી આપી હતી. પાર્ટીએ કહ્યું કે જે છ ધારાસભ્યો પહોંચ્યા નથી તેમની સાથે વાતચીત કરવામાં આવી છે. આ બધા અંગત કારણોસર ગઈકાલના લંચમાં આવી શક્યા ન હતા, પરંતુ આજે તમામ ધારાસભ્યો વિજય ચૌધરીના ડિનરમાં હાજરી આપશે.RJDએ તેજસ્વી યાદવના ઘરે ડિનરનું પણ આયોજન કર્યું છે.

આ દરમિયાન, ફ્લોર ટેસ્ટ પહેલા બિહારના રાજ્યપાલે પોતાના કાનૂની સલાહકારોને બદલી નાખ્યા છે. ક્રિષ્ના નંદન સિંહને મુખ્ય કાનૂની સલાહકાર, રાજીવ રંજન પાંડેને કાનૂની સલાહકાર કમ રિટેનર અને જનાર્દન પ્રસાદ સિંહને વધારાના સલાહકાર બનાવવામાં આવ્યા છે. રાજભવન સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે

જનતા દળ યુનાઈટેડ દ્વારા વ્હીપ જારી કરીને તેના ધારાસભ્યોને 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં હાજર રહેવા જણાવ્યું છે. RJDએ પણ તેના ધારાસભ્યોને 12 ફેબ્રુઆરી માટે વ્હિપ પણ જારી કર્યો છે. ભાજપના તમામ ધારાસભ્યો ટ્રેનિંગના બહાને માટે બોધિગયા મોકલી દેવામાં આવ્યા છે અને આજે રાત સુધીમાં આ ધારસભ્યો પટના પહોંચી જશે. કોંગ્રેસના 19માંથી 16 ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી હૈદરાબાદની હોટલોમાં રોકાયા છે. તેઓ પણ આજે સાંજ સુધીમાં પટના પહોંચી જશે. પટના પહોંચ્યા બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના ઘરે ડિનર માટે જશે અને આજે રાત ત્યાં જ રોકાશે.

BJP સાંસદ સતીશ ચંદ્ર દુબેએ ફ્લોર ટેસ્ટ પર કહ્યું, કોઇ ખેલ થવાનો નથી. નિશ્ચિતપણે નીતિશ કુમારને બહુમતી મળશે અને બિહારમાં વિકાસની સરકાર અકબંધ રહેશે. RJDને તેના ધારાસભ્યો પર વિશ્વાસ નથી એટલે તેમને નજર કેદમાં રાખવામાં આવ્ય4 છે. જીતનરામ માંઝી ક્યારેય ભાજપ અને NDA સાથે રમત કરી શકે નહીં. અમે લોકસભા ચૂંટણીમાં બિહારમાં 40માંથી 40 સીટો જીતીશું.

ગઈકાલના ફ્લોર ટેસ્ટ અંગે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે કહ્યું, જે ખેલ થવાનો હતો તે થઇ ગયો હવે કોઈ ખેલ બાકી નથી. RJDના લોકો ડરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે તેજસ્વી યાદવે પોતાના ધારાસભ્યોને પોતાના ઘરે કેદ કરી રાખ્યા છે. RJDએ તેના તમામ ધારાસભ્યોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. તેજસ્વીના ઘરે જ તેમને ખાવા-પીવાની વસ્તુઓ આપવામાં આવી રહ્યું છે. આરજેડીલા લોકો કહી રહ્યા છે કે ખેલા હોગા,. ખરો ખેલ લોકસભાની ચૂંટણી દરમિયાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp