શિક્ષણ મંત્રીએ કહ્યું- મહંમદ પયંગબર મર્યાદા પુરુષોત્તમ હતા

PC: timesofindia.indiatimes.com

છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદોમાં રહેલા બિહાર સરકારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરનું વધુ એક નવું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઈસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મહંમદને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. શિક્ષણ મંત્રીએ નાલંદામાં આ નિવેદન આપ્યું છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવ જન્માષ્ટમીના અવસરે નાલંદાના હિલસામાં બાબ અભય નાથ ધામ પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. આ કાર્યક્રમમાં તેમણે પયગંબર મહંમદને મર્યાદા પુરુષોત્તમ બતાવ્યા હતા.

પોતાના નિવેદનમાં શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે કહ્યુ કે, જ્યારે બદમાશી વધી, વિશ્વમાં વિશ્વાસનો અંત આવ્યો, અપ્રમાણિક લોકો અને બદમાશો આવ્યા, ત્યારે મધ્ય એશિયાના પ્રદેશમાં ભગવાને એક અદભૂત સમજદાર, પયગંબર, મર્યાદા પુરુષોત્તમનું સર્જન કર્યું, જેને તમે મહંમદ સાહેબ કહો છો. તેમણે કહ્યુ કે ઇસ્લામ આવ્યું વિશ્વાસ માટે, ઇસ્લામ આવ્યું અપ્રમાણિકતા સામે, ઇસ્લામ આવ્યું બદમાશોની સામે, પરંતુ અપ્રમાણિક માણસો પણ પોતાને મુસલમાન કહે છે, જેની પરવાનગી કુરાન આપતું નથી.

ચંદ્રશેખરે જેવું પયગંબર મહંમદની સરખામણી મર્યાદા પુરુષોત્તમ સાથે કરી કે તરત ભાજપ આ નિવેદનથી ગુસ્સામાં આવી ગયું હતું અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર નિશાન સાધી દીધું હતું. ભાજપે લાલુ પ્રસાદ પર ધર્મ અને જાતિના નામ પર ભાવનાને ઠેસ પહોંચાડીને વોટ ભેગા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના પ્રવક્તા અરવિંક કુમાર સિંહે કહ્યું કે, શિક્ષણ મંત્રી ચંદ્રશેખર માનસિક બિમારીના શિકાર થઇ ગયા છે. RJD નથી હિંદુની કે નથી મુસલમાનની, તે તો માત્ર એક પરિવારની છે. ચંદ્રશેખર ક્યારેક હિંદુઓ વિશે બોલી દેશે તો ક્યારેક મુસલમાનો વિશે, તો ક્યારેક રામાયણ પર ટીપ્પણી કરશે તો ક્યારેક મહંમદ સાહેબ પર. આ લોકો ધર્મ અને જાતિના નામ પર લડાવીને વોટની રાજનીતિ કરે છે.

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ નફરત ફેલાવતો ગ્રંથ છે. ત્યારે પણ ભારે વિવાદ થયો હતો.

તેમણે કહ્યું હતું કે, મનુસ્મૃતિમાં, 85 ટકા વસ્તી ધરાવતા સમાજના ઉચ્ચ વર્ગ સામે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. તેમણે કહ્યું કે એક યુગમાં મનુસ્મૃતિ, બીજા યુગમા રામચરિતમાન, ત્રીજા યુગામાં ગુરુ ગોલવલકરના બંચ ઓફ થોટ્સ આ બધા સમાજમાં નફરત ફેલાવનારા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp