કૂતરાએ ન ખાધી તો રાહુલ ગાંધીએ કાર્યકર્તાને આપી દીધી બિસ્કિટ? BJPનો દાવો

PC: kannada.hindustantimes.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કૂતરાને આપેલી બિસ્કિટ કાર્યકર્તાને આપી દીધી. ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ પાર્ટીએ જાહેર કર્યો છે. આ અગાઉ કોંગ્રેસના જ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે પર પણ કાર્યકર્તાઓને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.

શું છે મામલો?

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, 'અત્યારે થોડા દિવસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ ખરગેજીએ પાર્ટીના બૂથ એજન્ટોની તુલના કૂતરાઓ સાથે કરી અને અહી રાહુલ ગાંધી પોતાની યાત્રામાં એક કૂતરાને બિસ્કિટ ખવાડી રહ્યા છે અને જ્યારે કૂતરાએ ન ખાધી તો બિસ્કિટ તેમણે પોતાના કાર્યકર્તાઓને આપી દીધી. જે પાર્ટીના અધ્યક્ષ અને યુવરાજ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કૂતરાઓની જેમ વર્તન કરે તો એવી પાર્ટીનું લુપ્ત થઈ જવું સ્વાભાવિક છે.'

પલ્લવી નામની એક મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ટેગ કરતા લખ્યું કે, 'તેમના (હિમંત) બાદ હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસના વધુ એક સપોર્ટરને ડોગીના પ્લેટથી બિસ્કિટ આપી.

આ ટ્વીટ પર જવાબ આપતા આસામના મુખ્યમંત્રીએ લખ્યું કે, 'પલ્લવી જી, રાહુલ ગાંધી જ નહીં, પરંતુ આખો પરિવાર મને એ બિસ્કિટ ખવાડી શક્યો નથી. મને આસામિયા અને ભારતીય હોવા પર ગર્વ છે. મેં બિસ્કિટ ખાવાનો ઇનકાર કરી દીધો અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેનો એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે ખરગેના નિવેદન પર સખત આપત્તિ દર્શાવી છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, કાર્યકર્તા કૂતરા હોતા નથી, કર્મઠ અને કર્મવીર હોય છે માનનીય અધ્યક્ષજી, વાત કડવી જરૂર છે, પરંતુ સાચી છે. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ ટેગ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp