કંગનાની ‘કૃષિ કાયદા પાછા લાવો’વાળી ટિપ્પણી પર BJPએ જાણો શું કહ્યું

PC: news24online.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે લોકસભાના સાંસદ કંગના રણૌત તરફથી 3 કૃષિ કાયદા લાગૂ કરવાની માગવાની ટિપ્પણીથી પોતાને અલગ કરી લીધી છે. ભાજપે કહ્યું કે, તેમને પાર્ટી તરફથી આ મુદ્દા પર બોલવા માટે અધિકૃત કરવામાં આવ્યા નથી. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપના સાંસદ કંગના રણૌત દ્વારા પરત લેવામાં આવેલા કૃષિ બિલો પર આપવામાં આવેલું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે આ તેમનું વ્યક્તિગત નિવેદન છે.’

ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ‘આ મુદ્દા પર કંગના રણૌત ભાજપ તરફથી કોઈ નિવેદન આપવા માટે અધિકૃત નથી અને આ કૃષિ બિલો પર ભાજપના દૃષ્ટિકોણને દેખાડતું નથી. એટલે અમે એ નિવેદનનું ખંડન કરીએ છીએ.’ તો કંગના રણૌતે ભાજપના પ્રવક્તાનો વીડિયો શેર કરતા કહ્યું કે, ‘બિલકુલ, કૃષિ કાયદાઓ પર મારા વિચાર વ્યક્તિગત છે અને એ પાર્ટીના વલણનું પ્રતિનિધિત્વ કરતા નથી.’ આ અગાઉ મંગળવાર, 24 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રણૌતે એમ કહીને વિવાદ ઊભો કરી દીધો હતો કે 3 કૃષિ કાયદા, જેમને ખેડૂતોના લાંબા વિરોધ પ્રદર્શન બાદ પરત લઈ લેવામાં આવ્યા હતા, સરકારે તેમને પરત લાવવા જોઈએ.

હિલચાલ પ્રદેશમાં પોતાના મતવિસ્તાર મંડીમાં પત્રકારો સાથે વાત કરતા કંગના રણૌતે કહ્યું હતું કે, મને ખબર છે કે આ નિવેદન વિવાદાસ્પદ થઈ શકે છે, પરંતુ 3 કૃષિ કાયદાઓને પરત લાવવા જોઈએ. ખેડૂતોએ પોતે તેની માગ કરવી જોઈએ. કંગનાએ તર્ક આપ્યો કે, 3 કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા, પરંતુ કેટલાક રાજ્યોમાં ખેડૂત સમૂહોના વિરોધના કારણે સરકારે તેમને પરત લઈ લીધા. તેમણે કહ્યું કે, ખેડૂત દેશના વિકાસનો એક સ્તંભ છે. હું તેમને અપીલ કરું છું કે તેઓ પોતાની ભલાઈ માટે કાયદાઓને પરત લાવવાની માગ કરે.

કોંગ્રેસે કર્યો પ્રહાર:

કોંગ્રેસે પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વીટર) હેન્ડલ પર કંગનાના નિવેદનવાળો વીડિયો શેર કરતા લખ્યું, ‘ખેડૂતો પર લાદવામાં આવેલા 3 કાળા કાયદા પાછા લાવવા જોઈએ. ભાજપના સાંસદ કંગના રણૌતે આ વાત કહી છે. દેશના 750 કરતા વધુ ખેડૂત શહીદ થયા, ત્યારે જઈને મોદી સરકારની ઊંઘ ઉઘડી અને એ કાળા કાયદા પરત થયા. હવે ભાજપના સાંસદ ફરીથી આ કાયદાની વાપસીનો પ્લાન બનાવી રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતો સાથે છે. આ કાળા કાયદાઓની વાપસી હવે ક્યારેય નહીં થાય, ભલે નરેન્દ્ર મોદી અને તેમના સાંસદ ગમે તેટલા જોર લગાવી લે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp