રાજસ્થાનની ચૂંટણીમાં આ 3 નાની પાર્ટીઓને કારણે ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને 200 બેઠકોની જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ તનતોડ મહેનત કરી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં 3 નાની પાર્ટીઓ એવી છે જેને કારમે ભાજપ-કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે. જનનાયક જનતા પાર્ટી, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી અને આઝાદ સેવા પાર્ટી. આ 3 પાર્ટીઓ ખેલ બગાડી શકે છે.

વર્ષ 2018માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો અને ભાજપને 73 બેઠકો મળી હતી અને કોંગ્રેસ સત્તા પર આવી હતી. પરંતુ કોંગ્રેસનો વોટ શેર 39.9 ટકા હતો જ્યારે ભાજપનો વોટ શેર 39.3 ટકા હતો. મતલબ કે વોટ શેરમાં માત્ર અડધા ટકાનો ફરક હતો. 2018માં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 3 બેઠકો જીતી હતી અને 2. 3 ટકા વોટ શેર મેળવેલો. તે વખતે કોંગ્રેસનો ખેલ RLPએ બગાડેલો. આ વખતે RLP અને આઝાદ સેવા પાર્ટીએ 100થી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને જનનાયક જનતા પાર્ટીએ 24 ઉમેદવારોને ટિકીટ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp