BJPથી ઉમેદવારોની જાહેરાતમાં શું થઇ ભૂલ, જાણો કેમ જાહેર કરવી પડી બીજી લિસ્ટ?

PC: twitter.com

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ 195 ઉમેદવારોની પહેલી લિસ્ટની જાહેર કરી. તેના એક દિવસ બાદ ભાજપે કેટલાક સુધારાઓ બાદ આસામ રાજ્યના ઉમેદવારો માટે એક સંશોધિત લિસ્ટ જાહેર કરી. પહેલી લિસ્ટમાં જ્યાં ભાજપે આસામની 14 લોકસભા સીટોમાંથી 11 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો પાર્ટીએ કેટલાક નામોને ખોટા બતાવ્યા. પહેલી લિસ્ટની જાહેરાત કરતી વખત એ તથ્ય પર પણ વિચાર ન કરવામાં આવ્યો કે આસામમાં પરિસિમન થયું હતું.

નવી લિસ્ટ શેર કરતા પાર્ટીએ પોસ્ટ X પર પોસ્ટ કરી કે, 'આસામ રાજ્યના ઉમેદવારોની લિસ્ટમાં સંસદીય મતવિસ્તારોની સંખ્યા અને નામને સારા કરવામાં આવ્યા છે.' નવી લિસ્ટ મુજબ, દિલીપ સૈકિયા દરાંગ ઉદલગિરીથી ચૂંટણી લડશે, અમર સિંહ તિસ્સો દીફૂથી ચૂંટણી લડશે, રંજીતા દત્તા તેજપુરથી ચૂંટણી લડશે. સુરેશ બોરા નાગાંવથી અને કામાખ્યા પ્રસાદ તાસા કાજીરંગાથી ચૂંટણી લડશે.

આસામમાં મંગલદાઈ અને કાળિયાબોર જેવી કેટલીક સીટો છે જે હવે લોકસભા મતવિસ્તાર નથી. તેનો ઉલ્લેખ લિસ્ટમાં કરવામાં આવ્યો હતો અને તેમની આગળ ઉમેદવારોના નામ પણ ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. જ્યારે 2 સીટો ભાજપની જૂની સહયોગી આસામ ગણ પરિષદ (AGP)ને આપવામાં આવી છે, એક બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્રના પ્રમુખ પ્રોમોડ બોરોની પાર્ટી યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL)ને ફાળવવામાં આવી છે.

ડિબ્રૂગઢ લોકસભા સીટથી ભાજપે હાલના સાંસદ રામેશ્વર તેલીની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ગયા વર્ષે પરિસિમન અભ્યાસ કર્યા બાદ લોકસભાની ચૂંટણી આસામમાં પહેલી ચૂંટણી હશે. ઓગસ્ટ 2023માં ભારતના ચૂંટણી પંચે શુક્રવારે આસામમાં વિધાનસભા અને સંસદીય મતવિસ્તાર ક્ષેત્ર માટે અંતિમ પરિસિમન આદેશ પ્રકાશિત કર્યો, જેમાં વિધાનસભા સીટોની સંખ્યા 126 અને લોકસભા 14 યથાવત રાખવામાં આવી.

ચૂંટણી પંચે 19 વિધાનસભા ક્ષેત્રો અને એક સંસદીય સીટના નામોને સંશોધિત કર્યા હતા. સંવિધાનના આર્ટિકલ 170 અને આર્ટિકલ 82 મુજબ 2001ની વસ્તી ગણતરીના આધાર પર બધા મતવિસ્તારોનું પરિસિમન કરવામાં આવ્યું છે. 19 વિધાનસભાઓ અને 2 લોકસભા ક્ષેત્ર અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત કરવામાં આવ્યા. એક લોકસભા અને 9 વિધાનસભા ક્ષેત્ર અનુસૂચિત જાતિ (SC) માટે અનામત કરવામાં આવ્યું. SCની સીટો 8થી વધીને 9 થઈ ગઈ છે, જ્યારે STની સીટો 16થી વધીને 19 થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp