UPમાં માયાવતીની જીદને કારણે ભાજપને 16 બેઠકો પર ફાયદો થઇ ગયો

PC: hindustantimes.com

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને મદદ કરવામાં બસપાનું ધનોત પનોત નિકળી ગયું છે. એક જમાનામાં નેશનલ પાર્ટી તરીકે ગણાતી બહુજન સમાજ પાર્ટી એક પણ લોકસભા બેઠક જીતી ન શકી. INDIA ગઠબંધનમાં નહીં જોડાવવાની જીદને કારણે ભાજપને 16 બેઠકો પર ફાયદો થયો અને માયાવતીની પાર્ટીએ આ 16 બેઠકો પર INDIA ગઠબંધનને નુકશાન પહોંચાડ્યું

ઉત્તર પ્રદેશમાં 16 બેઠકો એવી હતી જ્યાં જીતનું જે અંતર હતું તેના કરતા બસપા ઉમેદવારને વધારે વોટ મળ્યા હતા. મતલબ કે જો માયાવતી INDIA ગઠબંધનની સાથે હતે તો આ 16 બેઠકો પર જીત મેળવી જતે, પરંતુ તેને બદલે ભાજપના 14 ઉમેદવાર અને ભાજપની જ સહયોગી પાર્ટી RLD અને અપના દળને ફાયદો થયો. જો માયાવતીએ જીદ ન કરી હોત તો INDIA ગઠબંધનને કુલ 226 અને NDAને 278 બેઠકો મળતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp