બોટાદના ભાજપના મહામંત્રીએ ચાલું કાર્યક્રમમાં રાજીનામું આપી દીધું
ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ 19 દિવસ પછી પણ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકોનો આકોશ શાંત નથી થઇ રહ્યો.ગુરુવારે જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું છે. હવે બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપી દીધું છે.
બોટાદના પાપિયાદ ગામે ભાજપનો મોદી પરવાર સભા નામથી કાર્યક્રમ ચાલતો હતો. જેમાં વિજય ખાચરે પોતાનું સંબોધન કર્યું હતું. ચાલું સભામાં જ તેમણે રાજીનામું આપતા ક્હ્યુ હતું કે, હું છેલ્લાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું, પરંતુ પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન આપ્યું હતું, તેને કારણે મને દુખ થયું છે. એટલે સમાજની સાથે રહેવા માટે હું મારું રાજીનામું આપુ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp