રાજસ્થાનમાં શું થવાનું છે? ભાજપ સરકારના મંત્રીનું રાજીનામું
રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભજન લાલ સરકારના કેબિનેટ મંત્રી ડો. કિરોડી લાલ મીણાએ રાજીનામું આપ દીધું છે. તેઓ સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી હતી.મીણાએ ઘણા દિવસો પહેલા મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધુ હતું, પરંતુ સત્તાવાર જાહેરાત ગુરુવારે કરી છે.
ડો. કિરોડી લાલ મીણાએ લોકસભાની ચૂંટણી પહેલાં એવુ કહ્યું હતું કે, જો પૂર્વી રાજસ્થાનની 7માંથી એક પણ સીટ પર ભાજપ હારશે તો પોતે રાજીનામું આપી દેશે. ચૂંટણીમાં ભાજપ 7માંથી 4 બેઠકો દૌસા, ધોલપુર, ટોંક સવાઇ માધોપુર અને ભરતપૂર બેઠકો હારી ગયું હતું.
ડો. મીણા વસંધરા રાજેની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતી, પરંતુ મતભેદોને કારણે તેમણે ભાજપ છોડી દીધી હતી અને એક વખત અપક્ષ અને એક વખત પી. એ.સંગમાની પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા હતા. 2018માં મીણા પાછા ભાજપમાં આવી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp