સાઉથની 132 બેઠકો જીતવા માટે ભાજપે તૈયાર કર્યો એક્શન પ્લાન

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે પી નડ્ડા, અમિત શાહ અને બી એલ સંતોષની એક બેઠક તાજેતરમાં મળી હતી જેમાં લોકકભા 2024ની ચૂંટણીમાં સાઉથનો કિલ્લો કેવી રીતે ભેદી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી અને એક્શન પ્લાન પણ બનાવવમાં આવ્યો છે.

લોકસભાની 543 બેઠકોને ભાજપે 146 કલ્સ્ટરમાં વિભાજીત કરી દીધી છે અને દરેક કલસ્ટરમાં એક દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવાવમાં આવ્યા છે. બેઠકમાં એ બાબતે ચર્ચા થઇ કે સાઉથમાં મહિલાઓ અને પહેલીવારના જે મતદારો છે તેમના સુધી કેવી રીતે પહોંચી શકાય?

જે વિસ્તારોમાં ભાજપ કમજોર છે ત્યાં તમિલ સંગમ જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે એઅને બૂથ લેવલ મજબૂત કરવામાં આવશે. સાઉથમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં કુલ 132 બેઠકોમાંથી ભાજપે 29 અને કોંગ્રેસે 29 બેઠકો મેળવી હતી. જ્યારે 74 બેઠકો પ્રાદેશિક પક્ષો જીતી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp