અજીત પવારનો સાથ છોડી શકે છે BJP, મહારાષ્ટ્રમાં નવા જૂની થવાની અટકળો
મહારાષ્ટ્રમાં કંઈક નવા જૂની થવાની સંભાવના છે. અટકળો છે કે વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP) અજીત પવારથી દૂરી બનાવી શકે છે. જો કે, અત્યાર સુધી ભાજપ કે નેશનાલિસ્ટ કોંગ્રેસ (NCP)એ સત્તાવાર કંઇ કહ્યું નથી. હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના મુખપત્રમાં અજીત પાવર સાથે ભાજપના ગઠબંધન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ‘ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’એ એક રિપોર્ટમાં જાણકારોના સંદર્ભે લખ્યું છે કે ભાજપના નેતૃત્વ દ્વારા NCP તોડવા અને લોકસભાની ચૂંટણી અગાઉ અજીત પવાર ગ્રુપ સાથે જવાથી સંઘ ખુશ નથી.
જાણકારોનું કહેવું છે કે ભાજપ અજીત પાવર સાથે સંબંધ તોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના સાથે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું RSS-BJP કેડર, પવાર વિરોધી નારા સાથે તૈયાર કરી લેવામાં આવ્યું છે. સિંચાઇ અને મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડ સાથે તાર હોવાના કારણે તેઓ અજીત પવાર વિરોધી છે, પરંતુ જ્યારે પવારે ભાજપ સાથે હાથ મળાવ્યા તો પવાર વિરોધી નારો ખતમ થઈ ગયો. બળતી આગમાં ઘી હોમવા જેવું થયું અને તેમને મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા.
રિપોર્ટ મુજબ, એક નેતાએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, RSS–ભાજપ કેડર NCP ઉમેદવારોના પ્રચાર માટે તૈયાર નહોતા અને ઘણી જગ્યાએ તેમનું મન નહોતું. પરિણામ એ આવ્યું કે, ભાજપનો આંકડો ઓછો થઈ ગયો. રિપોર્ટ મુજબ, સંઘ કાર્યકર્તા રતન શારદાએ લેખમાં કહ્યું કે, અજીત સાથે ગઠબંધન કરવાથી ભાજપની બ્રાન્ડ વેલ્યૂ ઓછી થઇ ગઇ. અખબારે જાણકારોના સંદર્ભે લખ્યું કે, ભાજપ વિચાર કરી રહી છે કે વિધાનસભાની ચૂંટણીમાં અજીત પવાર સાથે ન જવાની અસર શું થશે.
રિપોર્ટ મુજબ, એક અન્ય નેતાએ કહ્યું કે જો અમારી પાર્ટી અજીતનો સાથ છોડે છે અને શિંદે સાથે વિધાનસભાની ચૂંટણી લડે છે તો એમ લાગી શકે છે કે ભાજપે અજીતનો ઉપયોગ કર્યો અને ફેકી દીધા. આ યુઝ એન્ડ થ્રો પોલિસી પલટવાર કરી શકે છે, પરંતુ એક તરફ તસવીર એ છે કે અજીતને સાથે રાખવા પણ કદાચ ફાયદાકારક સાબિત ન થાય. ચૂંટણીએ દેખાડી દીધું કે અજીત જવાબદારી છે અને ભાજપે સાથ પર વિચાર કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp