ભાજપે જાતિનું સમીકરણ ગોઠવીને બિહારમાં પોતાના 2 ડેપ્યુટી બનાવ્યા

PC: aajtak.in

બિહારમાં નીતિશ કુમારે રાજીનામું આપ્યા પછી RJD- JDU ગઠબંધનની સરકાર પડી ભાંગી છે અને નીતિશ કુમારે ફરી NDA સાથે સરકાર બનાવવાની જાહેરાત પણ કરી છે. જ્યારે રવિવારે સવારે નીતિશ કુમારે રાજ્પપાલને રાજીનામું સોંપ્યું તેની સાથે ભાજપે પોતાના 2 ડેપ્યુટી CMના નામ જાહેર કરી દીધા હતા. એક સમ્રાટ ચૌધરી અને બીજા વિજય સિંહા. ભાજપે આ બંનેને નાયબ મુખ્યમંત્રી જાહેર કર્યા તેની પાછળ મોટી રણનીતી છે.

સમ્રાટ ચૌધરી બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા અને તેઓ કોઇરી જાતિમાંથી આવે છે. બિહારમાં OBC મતદારોમાં યાદવ પછી સૌથી વધારે સંખ્યા કુર્મી અને કોઇરી જાતિની છે. લાલુ પ્રસાદ યાદવની RJDનો સામનો કરવો હોય તો કુર્મી અને કોઇરી જાતિને સાધવી જરૂરી છે. સમ્રાટ ચૌધરીને બિહારની 40 લોકસભા બેઠકોની પણ જવાબદારી સોંપવામાં આવેલી છ.

વિજય સિંહા ભૂમિહાર સમાજમાંથી આવે છે અને આ સમાજ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. વિજય સિંહા 2010થી લખીસરાય બેઠક પરથી સતત ધારાસભ્ય બની રહ્યા છે. વિજય સિંહાનું RSSનું બેક ગ્રાઉન્ડ છે.

ભાજપે એક OBC અને એક સર્વણ ઉમેદવારની પસંદગી કરીને લોકસભા માટે તખ્તો તૈયાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp