ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો વસુંધરા રાજેના પુત્ર પર BJP MLAના પિતાનો આરોપ

PC: indiatv.in

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. એ દરમિયાન રિસોર્ટ પોલિટિક્સ'નો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. BJP MLA લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ મોટો આરોપ લગાવ્યો છે. હેમરાજ મીણાનું કહેવું છે કે પૂર્વ CM વસુંધરા રાજેના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહે પાંચ ધારાસભ્યોને રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખ્યા હતા.

ગુરુવારે વસુંધરા રાજે દિલ્હીમાં છે. અહીં તેમની જે પી નડ્ડા સાથે મુસાકાત થવાની છે.આ પહેલા સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે વસુંધરાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાઈકમાન્ડના દરેક નિર્ણયને માનશે.

રાજસ્થાનના ઝાલરાપાટનથી આ વખતે ચૂંટણી જીતેલા વસુંધરા રાજેના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહ પર કિશનગંજની બેઠક પરથી ધારાસભ્ય બનેલા લલિત મીણાના પિતા હેમરાજ મીણાએ આરોપ લગાવ્યો છે કે દુષ્યંત સિંહે ભાજપના ધારાસભ્યોને જયપુર સીકર રોડ પર આવેલા ‘આપણોં રાજસ્થાન’ રિસોર્ટમાં રાખ્યા હતા.

હેમરાજ મીણાએ દાવો કર્યો હતો કે દુષ્યંત સિંહે ઝાલાવાડના 3 અને બાંરાના 2 ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હતા. હેમરાજ મીણાએ કહ્યું કે, જ્યારે હું મારા પુત્રને લેવા માટે રિસોર્ટ ગયો ત્યારે ત્યાં ધારાસભ્ય કંવરલાલે કહ્યું કે તમે દુષ્યંત સિંહ સાથે વાત કરાવો તો જતમને તમારો પુત્ર લઈ જવા દેવામાં આવશે. આ દરમિયાન ભારે બોલાચાલી થઇ હતી અને હાથાપાઇ પણ થઇ હતી એ.પછી અમે રાજસ્થાનના પ્રભારી અરુણ સિંહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને સંગઠન મહાસચિવ ચંદ્રશેખરને જાણ કરી હતી.

હેમરાજ મીણાનો દાવો છે કે આ પછી આ બધા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને બોલાવવામાં આવી. ત્યારબાદ તેઓ ધારાસભ્ય અને તેમના પુત્ર લલિત મીણાને લાવવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાકીના 4 ધારાસભ્યોને વસુંધરા જૂથ દ્વારા બીજે ક્યાંક ખસેડવામાં આવ્યા છે. અન્ય ધારાસભ્યો જેમને ત્યાં રોકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેમાં કમલનાલ મીણા, કાલુલાલ, રાધેશ્યામ બેરવા અને ગોવિંદનો સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં ભાજપની જીત બાદ વસુંધરા રાજે 'પ્રેશર પોલિટિક્સ' કરતા જોવા મળી રહ્યા છે. તેમણે 20 ધારાસભ્યો સાથે ડિનર પર મુલાકાત કરી હતી. આ પછી વસુંધરા કેમ્પે દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માટે વસુંધરા જૂથ પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું હતું.

જો કે બુધવારે સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ધારાસભ્યો સાથેની બેઠક બાદ વસુંધરાએ ભાજપ હાઈકમાન્ડ સાથે ફોન પર વાત કરી હતી. આમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તે પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર છે અને ક્યારેય પાર્ટી લાઇનની બહાર નહીં જાય. આ પછી વસુંધરા બુધવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં અનેક ચહેરાઓના નામ સામે આવી રહ્યા છે. વસુંધરા રાજે ઉપરાંત પહેલું નામ બાબા બાલક નાથનું છે, બીજું નામ દિયાકુમારી છે અને એ પછી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં ટોપ પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp