BJP સાંસદ કૈલાશ ચૌધરી બોલ્યા-'મારી ભૂલની સજા PM મોદીને ન આપતા, ક્યાંક મને..'

PC: oneindia.com

લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી કૃષિ રાજ્ય મંત્રી અને બાડમેર-જેસલમેરથી સાંસદ કૈલાશ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. લોકોને સંબોધિત કરતા તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, તમે મારી કોઈ ભૂલની સજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન આપતા. ક્યાંક મારે આવવા કે જવામાં મોડું થયું હોય કે કોઈ કામ હું ન કરાવી શક્યો હોઉ, તો મારી ભૂલની સજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન આપતા. ફરી તેમના જેવું નેતૃત્વ દેશને ક્યારેય નહીં મળે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી શુક્રવારે બાડમેર રેલવે સ્ટેશન પર બાડમેર-મુનાબાવ ટ્રેનના ફેરા વધારવા પર ટ્રેનનો શુભારંભ કરાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વની ગેહલોત સરકાર પર જોરદાર પ્રહાર કર્યો. બાડમેરમાં હવાઈ સેવા શરૂ કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, ગેહલોત સરકારે મારા 5 વર્ષ ખરાબ કરી દીધા. 10 વર્ષ અગાઉની વાત કરીએ તો દેશમાં 74 એરપોર્ટ હતા, હવે 149 થઈ ચૂક્યા છે.

બાડમેરમાં એર કનેક્ટિવિટીને લઈને મેં મંત્રીજીને વાત કરી હતી. તેની મંજૂરી પણ મળી અને ટેન્ડર પણ જાહેર થયું, પરંતુ ગત ગેહલોત સરકારે મારા 5 વર્ષ ખરાબ કરી દીધા. કૈલાશ ચૌધરીએ વધુમાં કહ્યું કે, છેલ્લા સાઢા 4 વર્ષમાં સરકારે એરપોર્ટ માટે જમીન પણ ન આપી. આ જ કારણ રહ્યું કે જમીનના અભાવમાં આ પ્રોજેક્ટ લટકી રહ્યો. જો અગાઉની સરકાર એમ ન કરતી તો અત્યાર સુધી આપણું એરપોર્ટ તૈયાર થઈ જતું અને આપણે ઉદ્વઘાટન કરવાની સ્થિતિમાં હોતા.

તેમણે કહ્યું કે, હવે રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એરપોર્ટ માટે જમીનની સ્વીકૃતિ આપી છે. હું માનું છું કે જલદી જ બાડમેરના લોકોને એર કનેક્ટિવિટીનો ફાયદો મળશે. જ્યારે કૈલાશ ચૌધરીને બાડમેર-જેસલમેરથી લોકસભાની ચૂંટણીની ટિકિટને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, પાર્ટી ઈચ્છે તો મને ટિકિટ આપે કે કોઈ અન્ય કાર્યકર્તાને અમે એક થઈને ચૂંટણી લડીશું. અમારું લક્ષ્ય છે ભાજપ ઓછામાં ઓછી 370 સીટો જીતે અને NDA 400 પાર સીટો લાવે.

કૈલાશ ચૌધરીએ રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 25માંથી 25 સીટો જીતવાનો દાવો પણ કર્યો. જ્યારે કૈલાશ ચૌધરીને પૂછવામાં આવ્યું કે જોધપુર ગ્રામીણ ક્ષેત્રમાં ગજેન્દ્ર સિંહ શેખાવતના વિરોધમાં પોસ્ટર લાગી રહ્યા છે તો તેમણે કહ્યું કે, ચૂંટણીના સમયમાં મોટા ભાગે વિપક્ષની એ ચાલ હોય છે. નિશ્ચિત રૂપે તેઓ પોતાનું કામ કરે છે. ગજેન્દ્ર સિંહે જળ જીવન મિશન હેઠળ સતત જનતા માટે કામ કર્યું છે. આ વિપક્ષની ચાલ છે. ભાજપ ત્યાં પણ જીતશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp