રાજકોટમાં ભાજપના સાંસદ રામ મોકરીયાને સાંભળીને તમને ગુસ્સો આવી જશે

PC: revoi.in

રાજકોટમાં ભાજપના એક સાંસદનો ઇન્ટરવ્યૂ લેવા ગયેલા રિપોર્ટરને ભારે કડવો અનુભવ થયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરીયા રિપોર્ટર સાથે ઉદ્ધત વર્તન કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોઇ બિઝનેસમેનને ઉઠાવીને રાજકારણમાં બેસાડી દેવામાં આવે ત્યારે આવું જ બને.

Vtv ચેનલનો રિપોર્ટર અને કેમેરામેન રામ મોકરીયાના રાજકોટમાં આવેલા ઘરે ઇન્ટરવ્યૂ માટે ગયા હતા તો મોકરીયાએ કહ્યું કે, મારે તને કોઇ જવાબ નથી દેવો, તું મારા ઘરમાંથી બહાર નિકળ, તું કોને પુછીને મારા ઘરમાં આવ્યો? આવો બધો વાણી વિલાસ એક સાંસદ લેવલની વ્યકિતએ કર્યો હતો. રિપોર્ટર કે કહ્યું કે, તમે પ્રજાના સેવક છે અને સવાલ પુછવાનો અમારો અધિકાર છે. તો મોકરીયાએ કહ્યુ કે, હું કહું ત્યારે જ સવાલ પુછવાનો. રિપોર્ટર અને કેમેરામેનને ધક્કો મારીને બહાર કાઢી મુક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp