શિવરાજ સિંહ-વસુંધરાના રાજકીય ભવિષ્યને લઇને બોલ્યા જેપી નડ્ડા- તેમને તેમના..

PC: ndtv.com

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. જ્યારે તેમને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમે બધાને નવું કામ સોંપીશું. આ બધા અમારા નેતા છે. ભાજપ એક સાધારણ કાર્યકર્તાનો પણ ઉપયોગ કરવામાં પાછળ રહેતી નથી.

તેમણે કહ્યું કે, એ તો અમારા વરિષ્ઠ નેતા છે. તેમને પણ કામ સોંપીશું. તેમને તેમના કદના હિસાબે કામ સોંપીશું અને સારા કામમાં લગાવીશું. તેમને પૂછવામાં આવ્યું કે, જ્યારે તેઓ, શિવરાજ, વસુંધરા કે રમણ સાથે વાત કરે છે તો શું તેમની તરફથી બળવાના તેવર જોવા મળે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હ્યુમન એન્ગલને સમજીને, હ્યુમન ડીલિંગ કરવાનું ભાજપના કાર્યકર્તાઓને આવડે છે.

જેપી નડ્ડાએ કહ્યું કે, જ્યારે હું કામ કરું છું તો સૌથી પહેલા આમે એવું વાતાવરણ બનાવીએ છીએ કે તેમને એવું ન લાગે. પરેશાની ત્યારે આવે છે, જ્યારે તમારા ઇરાદા કંઇક અલગ હોય, એજન્ડા કંઇક અલગ હોય, તમે બોલી કંઇક અલગ રહ્યા હોવ, પરંતુ અમારી સાથે એવું કંઇ નથી. જ્યારે અમે પોતાના નેતાઓને કહી દઇશું કે બેસી જાઓ, તો આ શબ્દાવલી ખોટી છે, પરંતુ હું કહું છું કે તમારું યોગદાન ખૂબ વધારે છે, હવે અમે કંઇક નવા તરફ વધી રહ્યા છીએ. તેમાં તમારા સહયોગની જરૂરિયાત છે.

તેમણે કહ્યું કે, હું લોકોને કહેવા માગું છું કે, પાર્ટી આજે સફળ થઇ નથી. એ ઘણા વર્ષોની તપસ્યાના કારણે એમ થયું છે. કોંગ્રેસમાં કોઇ પાસે મોરલ રાઇટ નથી કેમ કે ત્યાં લોકો ખુરશી સાથે ચોંટેલા છે, પરંતુ અમારે ત્યાં એવી શૃંખલા મળી જશે. વડાપ્રધાન મોદી જ્યારે સંગઠનમાં હતા તો તેમને જ્યારે નૉર્થનું કામ મળ્યું નોર્થ ગયા, જ્યારે સાઉથનું કામ મળ્યું તો ત્યાં જઇને કામ કર્યું, જ્યારે મુખ્યમંત્રી પદની જવાબદારી આપવામાં આવી તો તેને પણ નિભાવ્યું. ઘણા એવા લોકો છે જેમણે રાજીનામું આપીને પાર્ટીનું કામ સંભાળ્યું.

જેપી નડ્ડાએ કહ્યું કે, અમારે ત્યાં લોકો નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને મી લાસ્ટના સિદ્ધાંત પર ચાલે છે. અમારા લોકોનું પાર્ટી પ્રત્યે સમર્પણ છે, તેનું પરિણામ છે કે અમે સફળ થઇ રહ્યા છીએ. કોંગ્રેસ પાસે ફિક્સ વોટ બેન્ક છે. તેઓ તેમના જ ભરોસે ચૂંટણી લડે છે. જો તેમની સાથે કેટલીક પાર્ટીઓ જોડાઇ જાય છે તો તેમના પણ વોટ જોડાઇ જાય છે, પરંતુ ભાજપ કોંગ્રેસથી કેવી રીતે આગળ રહે, તેના માટે અમારી પૂરી તૈયારી રહે છે. અમે જાણીએ છીએ કે અમારે વોટિંગ ટકાવારી કેવી રીતે વધારવાની છે. તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં જે વોટ અમને મળ્યા નથી, એ વોટ અમને લોકસભામાં જરૂર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp