સત્તા માટે ભાજપનો ત્રીજો કાર્યકાળ નથી માગતો, હજુ ઘણા નિર્ણયો બાકી છે: PM મોદી

PC: facebook.com/narendramodi

નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યુ કે, ભાજપના કાર્યકરો વર્ષના દરેક દિવસે દેશની સેવા માટે કઇંકને કંઇક કરતા રહે છે. પરંતુ હવે આગામી 100 દિવસ નવી ઉર્જા, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવા વિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાનું છે. PM મોદીએ કહ્યું કે આજે વિપક્ષના નેતાઓ પણ NDA સરકાર 400 પારના નારા લગાવી રહ્યા છે. NDAને 400 પાર કરાવવા માટે ભાજપે 370નો માઇન સ્ટોન પાર કરવો પડશે. તેમણે કહ્યું કે, અમે રાજનીતિ માટે નહીં, પરંતુ રાષ્ટ્રનીતિ માટે નિકળ્યા છીએ.

પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં આગળ કહ્યું કે, આખો દેશ માની રહ્યો છે કે અમે મોટા કૌભાંડો અને આતંકી હુમલાઓના ડરથી મૂક્તિ અપાવી છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનને વધારે શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસ કર્યા છે. તેમણે કહ્યું કે, અમે ભાજપ માટે ત્રીજો કાર્યકાળ સત્તા માટે નથી માંગી રહ્યા, પરંતુ હજુ ઘણા બધા નિર્ણયો લેવાના બાકી છે. તેમણે કહ્યું કે, આગામી 5 વર્ષ અનેક ઘણી ઝડપથી કામ કરવાનું છે. આગામી 5 વર્ષમાં આપણે વિકસિત ભારત તરફ છલાંગ લગાવવાની છે.

PM મોદીએ કહ્યું કે અમે છત્રપતિ શિવાજીને માનનારા લોકો છીએ. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમણે એવું નહોતું કહ્યું કે ચાલો સત્તા મળી છે તો તેનો આનંદ માણો. તેમણે પોતાનું મિશન ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું, હું એવી વ્યક્તિ નથી કે જે મારા પોતાના આનંદ અને ગૌરવ માટે જીવું. હું મારા પોતાના આનંદ અને કીર્તિ માટે જીવતો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ સત્તા ભોગવવા માંગતો નથી. હું એક એવો વ્યક્તિ છું જે રાષ્ટ્ર માટે સંકલ્પ લઈને બહાર આવ્યો છું.

નરેન્દ્ર મોદીએ કહ્યું, વિપક્ષી પાર્ટીઓને ભલે યોજનાઓ કેવી રીતે પૂર્ણ કરવી તે ખબર ન હોય પરંતુ તેમની પાસે ખોટા વચનો આપવાનો કોઈ જવાબ નથી. અમારું વચન વિકસિત ભારત છે. આ લોકોએ સ્વીકારી લીધું છે કે તેઓ ભારતને વિકસિત નહીં બનાવી શકે, ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે આનું સપનું જોયું છે. અમે ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને આ મોદીની ગેરંટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp