ભાજપે બિહારમાં પાસવાન પરિવાર સાથે કરી નાંખ્યો ખેલ

PC: ndtv.com

બિહારના રાજકારણમાં એક મોટો ખેલ થતો નજરે પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, એક તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ સીટ શેરિંગ ફાઇનલ કરી લીધી છે. તો બીજી તરફ પશુપતિ પારસને તેનાથી બહાર રાખ્યા છે. કેટલાક રિપોર્ટમાં જરૂર દાવા કરવામાં આવ્યો છે કે એક સીટ પશુપતિ પારસ માટે પણ છોડી શકાય છે. અત્યાર સુધી એ વાતની પુષ્ટિ તો નથી થઈ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ચિરાગ પાસવાનને જગ્યા આપવા માટે કાકા પશુપતિને કિનારે કરી દેવામાં આવ્યા છે. તેનાથી ઉપર એક પણ સીટ ન આપવું પણ ઘણા પ્રકારના સંકેત છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપે પશુપતિ પારસને ખુશ કરવા માટે રાજ્યપાલ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. હવે પશુપતિ તેને સ્વીકારે છે કે નહીં, બધો ખેલ એ વાતનો છે. આમ સક્રિય રાજનીતિથી અલગ થઈને રાજ્યપાલ પદ તેઓ સંભાળવા માગશે કે નહીં એ પોતાની જાતમાં એક મોટો સવાલ છે. આમ સમજવા જેવી વાત એ છે કે ભાજપે સીટ શેરિંગમાં આ વખત ચિરાગ પાસવાનને વધુ મહત્ત્વ આપવાનું કામ કર્યું છે. તેમને 5 સીટ આપીને ઘણું બધુ સ્પષ્ટ કરી દીધું છે. એ ભૂલવું ન જોઈએ ગત વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગની પાર્ટીએ જ નીતિશ કુમારની પાર્ટી JDUને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું.

ઘણી સીટો પર નીતિશની પાર્ટીના વોટ તોડ્યા હતા અને આ કારણે સીટોના મામલે JDU ખૂબ પાછળ રહી ગઈ હતી. હવે એ જ ચિરાગ પાસવાન પર ભાજપે વધુ ભરોસો વ્યક્ત કર્યો છે. હાજીપુર સીટ પણ તેમને આપવાની વાત થઈ ગઈ છે. આ એ જ સીટ છે, જેને લઈને સૌથી વધુ રાજકીય ડ્રામા ચાલી રહ્યા હતા. હવે એમ માનવામાં આવી રહ્યું છે કે, એ સીટ પણ ચિરાગના ખાતામાં ગઈ છે અને તેમની પાર્ટીનું કદ પણ NDAની અંદર વધારી દેવામાં આવ્યું છે. હકીકતમાં બિહારની રાજનીતિમાં પાસવાન વૉટરની પણ પોતાનું મહત્ત્વ છે. કહેવાને માત્ર 6 ટકા છે, પરંતુ ઘણી સીટો પર પોતાનો પ્રભાવ રાખે છે.

પશુપતિ પારસને લઈને કહેવામાં આવે છે કે તેમણે પાર્ટી પર જરૂર પોતાનો કબજો જમાવ્યો, પરંતુ રામવિલાસ પાસવાનના કોર વોટરને ભાજપ સાથે ન જોડી શક્યા. એવામાં ભાજપ હવે ચિરાગના માધ્યમથી એ વોટર સુધી પોતાની પહોંચ કરવાની છે. બિહારની રાજનીતિ પર મજબૂત પકડ ધરાવતા કન્હૈયા ભેલારીએ કહ્યું હતું કે રામવિલાસ પાસવાનનો વારસો પૂરી રીતે ચિરાગ પાસવાનને શિફ્ટ થયો છે. પશુપતિ પારસ ગમે તેટલા દાવા કરી લે, પરંતુ તેમનું સમર્થન ઘટતું જઇ રહ્યું છે, જે 6 ટકાની આસપાસ પાસવાન વોટર છે એ પણ હવે ચિરાગ સાથે નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp