રાજકોટ અગ્નિકાંડના 7 દિવસ પછી ભાજપને ભાન થયું, વિજય સરઘસ નહીં કાઢવામાં આવે

PC: thehindu.com

રાજકોટ TRP ગેમ ઝોનની ભીષણ આગની દુર્ઘટનાના 7 દિવસ પછી હવે ગુજરાત ભાજપને શરમ આવી છે. અગ્નિકાંડ વખતે ગાયબ થઇ ગયેલા ભાજપ નેતાઓએ હવે લોકસભા ચૂંટણીના પરિણામો પછી વિજય સરઘસ નહીં કાઢવા સહીતની સૂચનાઓ માટે એક પત્ર જારી કર્યો છે. રાજકોટમાં ભાજપ નેતાઓની અત્યારે એવી સ્થિતિ છે કે મુઠ્ઠી વાળીને ભાગવું પડે છે. લોક આક્રોશનો સામનો કરી શકે તેવી ભાજપ નેતાઓની સ્થિતિ રહી નથી.

ગુજરાત પ્રદેશ ભાજપે એક પત્ર જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 4 જૂને મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે કે અન્ય જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા નહીં. મીઠાઇની વ્યવસ્થા રાખવી નહીં કે એકબીજાને મિઠાઇ ખવડાવવી નહી. ફુલની પાંદડી ઉડાવીને કે ગુલાલ ઉડાવીને અભિવાદન કરવું નહીં. કાર્યકરો માથા પર ભાજપની ટોપી. ખેસ પહેરીને પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સુત્રોચ્ચાર કરી શકશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એકદમ સાદાઇથી જીતની ઉજવણી કરવાની વિનંતી કરી છે.

મત ગણતરી બાદ ખુલ્લી જીપ કે વાહનોમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં, ડી.જે કે ઢોલ નગારાની વ્યવસ્થા કરવી નહીં. ભાજપ કાર્યાલયમા રોશની કે સુશોભન કરવું નહીં. વિજય પછી સન્માન સમારોહ પણ ટાળવા.

રાજકોટમાં 25 મેના દિવસે TRP ગેમ ઝોનમાં ભીષણ અગ્નિકાંડ થયો અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા, પરંતુ ભાજપના ટોચના 19 નેતાઓ રાજકોટ ફરક્યા જ નહોતા ચૂંટણીમાં મત માંગવા માટે ઘરે ઘરે ફરતા નેતાઓ આવા કપરાં સમયે ગાયબ થઇ ગયા હતા. જેને કારણે રાજકોટમાં ભાજપ નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટના મેયરે પણ સ્કુટી પર ભાગવું પડ્યું હતું. ભાજપના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તો તેમાં પણ મીડિયાના જવાબ આપ્યા વગર ભાગવું પડ્યું હતું. પરષોત્તમ રૂપાલાને પણ લોકોએ ભીંસમાં લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp