બીજુ જનતાદળના એક નિર્ણયથી ભાજપની રાજ્યસભાની નંબર ગેમ બગડી ગઇ
લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ઝટકો મળ્યો પછી હવે રાજ્યસભામાં પણ ફટકો પડે તેવા સમાચાર સામે આવ્યા છે. 17મી લોકસભામાં અનેક મહત્ત્વપૂર્ણ બિલ રાજ્યસભામાં પાસ કરવામાં મદદ કરનાર ઓડિશાની બીજુ જનતાદળે ચોખ્ખું કહી દીધું છે કે, તેમની પાર્ટી રાજ્યસભામાં NDA સરકારને સાથ નહીં આપે.
ગયા વખતે રાજ્યસભામાં સમર્થન કરનારી YSR કોંગ્રેસે પણ આ પહેલાં કહી દીધું છે કે, તેઓ ન તો INDIA ગઠબંધન સાથે જોડાશે કે ન તો NDAને સપોર્ટ કરશે.
રાજ્યસભાની નંબર ગેમ જોઇએ તો કુલ 245 રાજ્યસભા સાંસદો હોય છે અને બિલ પાસ કરાવવા માટે ઓછામાં ઓછા 123 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે. અત્યારે રાજ્યસભામાં NDAના કુલ 106 સાંસદો છે અને અત્યારે જે 10 જગ્યાઓ ખાલી પડેલી છે, તેમાંથી 6 બેઠકો પર ભાજપ જીતી શકે તેવી સ્થિતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp