દેશના આ 5 રાજ્યોમાં ભાજપનો વોટ શેર વધી શકે છે: સર્વે

ટાઇમ્સ નાઉ નવગુજરાત ટાઇમ્સ દ્રારા જન પણ કા મન સર્વે નામથી લોકસભા 2024ની ચૂંટણીમાં દેશના 5 રાજ્યો ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળી શકે અને કોને કેટલો વોટ શેર મળશે તે વિશે જાણકારી આપવામાં આવી છે.

સર્વેમાં જણાવ્યા મુજબ ગોવાની બંને બેઠકો ભાજપ જીતશે અને ભાજપનો વોટશેર 50 ટકા જેટલો હશે. ગુજરાતમાં પણ બધી 26 બેઠકો ભાજપ જીતી જશે અને ભાજપનો વોટ શેર 60 ટકા, કોંગ્રેસનો 32 ટકા અને આમ આદમી પાર્ટીનો વોટ શેર 3 ટકા રહેશે. હિમાચલમાં બધી 4 સીટ ભાજપ જીતશે અને વોટ શેર 56 ટકા જેટલો રહેશે.

મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 36 બેઠકો ભાજપ ગઠબંધનમાં જીતશે અને વોટ શેર ટોટલ 48 ટકા જેટલો રહેશે. ઉત્તરાખંડમાં બધી પાંચેય સીટ ભાજપ જીતશે અને વોટ શેર 55 ટકા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp