બિહાર :પશુપતિ પારસની ભાજપને ચિમકી, 5 ટિકિટ નહીં મળશે તો પછી.....

PC: livemint.com

બિહારમાં ભત્રીજા ચિરાગ પાસવાનને ભાજપ મહત્ત્વ આપી રહ્યું છે એ વાતથી કાકા પશુપતિ પારસના પેટમાં તેલ રેડાયું છે અને કાકાએ ભાજપને ચિમકી આપી દીધી છે.

બિહારમાં NDAમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો બીજેપી ચિરાગ પાસવાનની પાર્ટીને 5 સીટો આપવા માટે રાજી થઈ ગઈ છે. જ્યારે ચિરાગના કાકા પશુપતિ પારસને એક પણ સીટ મળી નથી. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે કહ્યું કે આજે અમારા સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી ભાજપની પુરી યાદી સામે ન આવી જાય, અમે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને આગ્રહ કરીએ છીએ કે અમારા પાંચેય સાંસદો વિશે વિચાર કરવામાં આવે. જો યાદીમાં અમારી પાર્ટીને યોગ્ય સન્માન નહીં મળશે તો, અમારી પાર્ટી સ્વતંત્ર છે અને અમારા દરવાજા ખુલ્લા છે. અમે ક્યાંય પણ જવા માટે તૈયાર રહીશું.

કાકા પશુપતિ પારસ તેમના ભત્રીજા ચિરાગને ભાજપ તરફથી જે મહત્ત્વ મળી રહ્યું છે તેનાથી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. તાજેતરમાં જ ચિરાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ પછી જ્યારે ચિરાગને તેના કાકા વિશે પૂછવામાં આવ્યું તો ચિરાગે કહ્યું કે મને ખબર નથી કે તેઓ NDAનો ભાગ છે કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે બિહારમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. અમે રાજ્યની તમામ 40 અને દેશભરની 400 બેઠકો પર જીતનો ઝંડો લહેરાવીશું.

સૂત્રોનું કહેવું છે કે, NDAએ હવે બિહારમાં સીટ વહેંચણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત લાવી દીધો છે. એવું કહેવામાં આવ્યું હતું કે જીતન રામ માંઝીની પાર્ટી HAMને 1 સીટ, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLMને 1 સીટ અને ચિરાગ પાસવાનને હાજીપુર સહિત 5 સીટ આપવા પર સહમતિ બની છે. આ સિવાય નીતીશ કુમારની પાર્ટી JDU 16 સીટો પર ચૂંટણી લડી શકે છે. જ્યારે પશુપતિ પારસની પાર્ટીને NDAમાં એક પણ સીટ નહીં મળે.

સૂત્રોના કહેવા મુજબ ભાજપે પશુપતિ પારસને રાજ્યપાલ બનાવવા માટે અને સમસ્તીપુર સાંસદ પ્રિંસ રાજને બિહાર સરકારમાં મંત્રી બનાવવાની ઓફર કરી છે. પ્રિંસરાજ ચિરાગ પાસવાનનો કાકા ભાઇ છે. પિતા રામચંદ્ર પાસવાનના નિધન પછી સમસ્તીપુરની પેટા ચૂંટણીમાં પ્રિંસ રાજ લોકસભા જીતીને સાંસદ બન્યો હતો. પરંતુ વર્ષ 2021માં જનશક્તિ પાર્ટીના તુટી ગઇ અને પ્રિંસ રાજ પશુપતિ પારસના ગ્રુપમાં ચાલ્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp