ટિકિટ વહેંચણીથી નારાજ 7 વાર ધારાસભ્ય રહેલા BJPના નેતાએ છોડી પાર્ટી

PC: indiatvnews.com

લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં BJPને મોટો ઝટકો લાગ્યો છે. અહિંયા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાત વાર ધારાસભ્ય રહેલા દેવી સિંહ ભાટીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કહેવાય છે કે, બિકાનેરથી હાલના સાંસદ અને કેન્દ્રીયમંત્રી અર્જૂન મેઘવાલને બીજી વાર ટિકિટ આપવા મુદ્દે તેમણે BJPનો સાથ છોડવાનો નિર્ણય લીધો છે. ભાટીએ કહ્યું હતું કે, મેઘવાલને પાર્ટી વિરોધી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ટિકિટ ન આપવી જોઇએ.

તમને જણાવી દઇએ કે, BJPમાથી રાજીનામું આપનાર દેવી સિંહ બિકાનેર જિલ્લાની કોલાયત સીટ પરથી સાત વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાટી 2013મા ચૂંટણી હારી ગયા હતા. આ વખતે તેમને પુત્રવધુને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તે પણ ચૂંટણી જીતી શકી નહોતી. ઉલ્લેખનીય છે કે, તેમના દિવંગત પુત્ર મહેન્દ્ર બિકાનેર સીટ પરથી 1996મા સાંસદ રહી ચૂક્યા છે.

Image result for devi singh bhati

કહેવાય છે કે, અર્જૂન મેઘવાલને ફરીથી ટિકિટ આપવાને લઇને પાર્ટીની અંદર મગજમારી ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને દેવી સિંહે રાજીનામું આપી દીધું છે. ભાટીએ કહ્યું હતું કે, મેં બિકાનેરથી સાંસદ અર્જૂન રામ મેઘવાલની પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, મેં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને આ વિશે જણાવ્યું હતું, પરંતુ એવું લાગે છે કે, મેઘવાલને ફરી ટિકિટ આપવાનું મન પાર્ટીએ બનાવી લીધું છે.

Image result for arjun meghwal

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp