.. તો હું 15 દિવસની અંદર મુસ્લિમ ધર્મ અપનાવી લઇશ’, BJP નેતાએ એમ શા માટે કહ્યું
કેન્દ્ર સાથે જ દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ સરકારની આગેવાની કરી રહેલી ભાજપમાં શું કાર્યકર્તાઓની કોઈ સુનાવણી થઈ રહી નથી? ભાજપના એક નેતાની ફેસબુક પોસ્ટ બાદ આ સવાલ ફરી ઉઠી રહ્યો છે. હાલની લોકસભાની ચૂંટણીમાં ખરાબ પરિણામ બાદ ઘણા નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ બરેલીના એક સ્થાનિક નેતાએ જ્યારે આ સવાલ ઉઠાવ્યો તો પ્રશ્ન એ પણ ઉઠ્યો કે હકીકતમાં ભાજપ નેતાનો દર્દ છલકી રહ્યો છે કે પછી પોતાનું કામ કઢાવવા માટે દબાવ બનાવવાની રણનીતિ છે? કેમ કે આ પોસ્ટના થોડા સમય બાદ જ તેમણે કહ્યું કે, તેમને તેમની વાતો પર ધ્યાન આપવાનું આશ્વાસન મળ્યું છે અને તેઓ સનાતની જ રહેશે.
બરેલીમાં ભાજપના મહાનગર અધ્યક્ષ પ્રદીપ અગ્રવાલ ઉર્ફ કલ્લૂએ ફેસબુક પોસ્ટ લખીને કહ્યું કે, તેમના એક મામલાનું કોઈ મંત્રી કે કોઈ મોટા પદાધિકારીએ સંજ્ઞાન ન લીધું. અગ્રવાલે લખ્યું કે, કોઈ તેનો સાથ નહીં આપી શકે તો ઓછામાં ઓછા પ્રેમના બે બોલ બોલી શકે છે. તેઓ ખૂબ દુઃખી છે અને મનમાં એવો વિચાર આવી રહ્યા છે કેમ નહીં હિન્દુ ધર્મ ત્યજીને ઇસ્લામ કબૂલી લઉં. તેમની સાથે રહીશ તો પીડા થશે, પરંતુ દુઃખ નહીં થાય કે મારા માટે કોઈ બોલી રહ્યું નથી. જો અત્યારે પણ તેમની વાત ન સાંભળવામાં આવી તો તેઓ 15 દિવસની અંદર ઇસ્લામ ધર્મ અપનાવી લેશે.
ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીના ખરાબ પરિણામ આવ્યા બાદ જ ભાજપમાં માહોલ સારો નથી. પાર્ટીના મોટા નેતાઓ વચ્ચે સંબંધ સારા દેખાઈ રહ્યા નથી. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપ કાર્ય સમિતિની બેઠકમાં આપેલું નિવેદન ‘સંગઠન સરકારથી મોટું છે’ ત્યારબાદ જ કહેવામાં આવી રહી છે રહ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને ભાજપ સંગઠનમાં મોટા બદલાવ થઈ શકે છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણી પરિણામો બાદ ઘણી જગ્યાઓ પર ભાજપના નેતાઓએ એકબીજા પર ચૂંટણી હરાવવા અને તાલમેળની કમી હોવાનો આરોપ પણ લગાવ્યા હતા. પ્રદીપ અગ્રવાલના ફેસબુક અકાઉન્ટ પર ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ સાથે તેમની તસવીરો છે. ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નાયબ મુખયયમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે પણ પ્રદીપ અગ્રવાલની તસવીર છે.
શું છે આખો મામલો?
એપ્રિલ 2022માં પ્રદીપ અગ્રવાલે બરેલીના સુભાષ નગરમાં એક બાઇક પર સવાર પર ફાયરિંગ કરી દીધી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા પ્રતીપ અગ્રવાલની ધરપકડ કરીને જેલ મોકલી આપ્યો હતો. તેની વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી. પોલીસે પ્રદીપ અગ્રવાલના 2 અસલહોના લાઇસન્સ રદ્દ કરવાની રજૂઆત કરી હતી અને DMએ કાર્યવાહી કરતા 3 દિવસ અગાઉ બંને લાઇસન્સ રદ્દ કરી દીધા હતા. પ્રદીપ અગ્રવાલ આ વાતથી નારાજ હતા કે પાર્ટીના કોઈ નેતાએ તેમની પરેશાની ન સાંભળી.
સ્થાનિક સમાચાર પત્રો મુજબ, પ્રદીપ અગ્રવાલની આ પોસ્ટ જેવી જ વાયરલ થઈ તેમને મનાવવા માટે પાર્ટી સંગઠને પ્રયાસ શરૂ કર્યા. તેનું પરિણામ રહ્યું કે રાત્રે અગ્રવાલે એક વીડિયો જાહેર કરીને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને અન્ય મોટા નેતાઓનો આભાર માન્યો અને કહ્યું કે, તેમને એ વાતનો ભરોસો આપવામાં આવ્યો છે કે તેમના મામલાનું સમાધાન કરવામાં આવશે. ઇસ્લામ કબૂલ કરવાની વાત કહેનારા અગ્રવાલ પૂરી રીતે બદલાઈ ગયા અને તેમણે કહ્યું કે, તેઓ સનતાની છે અને સનાતની જ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp