શું ભાજપ ફુલ ટાઇમ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર નહીં કરે?

PC: newslaundry.com

ભારતીય જનતા પાર્ટી જે પી નડ્ડાની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી, હવે એવું જાણવા મળ્યું છે કે ભાજપ અત્યારે ફુલ ટાઇમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના મૂડમાં નથી, પરંતુ કાર્યકારી અધ્યક્ષ બનાવશે અને જેની જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેબિનેટ મંત્રી જે પી નડ્ડા વચ્ચે લાંબી મીટિંગ થઇ હતી.જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, આ વર્ષમાં 4 રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કાર્યકારી અધ્યક્ષ જ નિમવાની જરૂર છે. કાર્યકારી અધ્યક્ષનું પરફોર્મ્ન્સ સારું રહે તો પછી તેમને ફુલટાઇમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જે પી નડ્ડા કેબિનેટ મંત્રી બન્યા અને તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પણ પુરો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp