UPની જનતાએ BJPને કેમ નકારી? 40 ટીમો કરી રહી છે મંથન
આ વખત લોકસભાની ચૂંટણીમાં ભલે NDAની સરકાર તો બની ગઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સીટોમાં ભારે ઘટાડો થયો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને જેવી આશા હતી, પાર્ટી એવું પ્રદર્શન ન કરી શકી. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા સીટોમાંથી પાર્ટી માત્ર 33 સીટો પર જીત હાંસલ કરી શકી હતી. રાજ્યમાં ભાજપને એટલી ઓછા વોટ કેમ પડ્યા, તેને લઈને પાર્ટી સમીક્ષા કરી રહી છે. જાણકારો મુજબ, ઉત્તર પ્રદેશમાં ભાજપની હારની સમીક્ષા દરમિયાન એક પેટર્નમાં વોટ ઓછા થવાની જાણકારી સામે આવી છે.
રાજ્યની 80 લોકસભા સીટો માટે 40 ટીમો સમીક્ષા કરી રહી છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીની સમીક્ષામાં એક પેટર્ન જોવા મળી. પૂર્વી ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી એક વિશેષ પેટર્નમાં ભાજપના વોટ ઓછા થયા છે. જાણકારો મુજબ, ઉત્તર પ્રદેશમાં ભાજપનો સમીક્ષા રિપોર્ટ 25 જૂન સુધીમાં જાહેર કરી શકાય છે. રાજ્યમમાં ભાજપના વોટમાં સરેરાશ લગભગ 6-7 ટકા વૉટની કમીનું પેટર્ન જોવા મળ્યું છે. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને અયોધ્યા અને અમેઠી લોકસભા સીટની સમીક્ષા કરવાની જવાબદારી આપવામાં આવી છે તો પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા રાજ્યની બાકી સીટોની સમીક્ષા કરી રહ્યા છે.
છેલ્લી 2 લોકસભાની ચૂંટણીથી ભાજપ ઉત્તર પ્રદેશમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી, જેના કારણે પાર્ટી પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કરતી હતી. આ વખત ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડીએ કમાલ દેખાડ્યું. આ વખત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે મળીને રાજ્યની 80 લોકસભા સીટોમાંથી 42 સીટો પર જીત હાંસલ કરી છે. તેમાંથી સપાને 37 તો કોંગ્રેસને 6 સીટો મળી. ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું. રાજ્યમાં કેન્દ્રીય મંત્રી સહિત ભાજપના ઘણા મોત દિગ્ગજ નેતાઓની હાર થઈ.
ઉત્તર પ્રદેશમાં ભાજપની સીટો ઓછી થવા પાછળ રવિ કિશને મોટું કારણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યાં પણ અમારી કમીઓ હતી, અમે ત્યાં લોકો પાસે પહોંચીશું. જનતા સાથે વાતચીત કરીને તેમની સાથે સંપર્ક બનાવીશું. 7000 વોટ નોટામાં પડ્યા છે. અમે એ લોકો પાસે જઈને વાત કરવા માગીશું કે આખરે શું નારાજગી છે. વડાપ્રધાનની બધી યોજનાઓ જનતા સુધી પહોંચી રહી છે, એ છતા વોટમાં મોટું અંતર જોવા મળ્યું. જનતાએ બધુ હાંસલ કરવા છતા વોટ ન આપ્યા.
TV9ના રિપોર્ટ મુજબ, સંવિધાન અને NGOના પ્રોપગેન્ડા કોંગ્રેસે ફેલાવ્યા હતા. કોંગ્રેસનું કહેવું હતું કે વર્ષે 1 લાખ રૂપિયા મળશે. બાબા સાહેબની મૂર્તિની જગ્યાએ નરેન્દ્ર મોદીની મૂર્તિઓ લાગશે, જે પણ કોંગ્રેસે જુઠ્ઠાણું ફેલાવ્યું છે, ગામ ગામ જઈને NGOએ 1 લાખ રૂપિયાના ફોર્મ ભર્યા, ગામમાં જઈને જે જૂઠ્ઠાણું ફેલાવ્યું છે તેની જાણકારી મેળવવી પડશે. રવિ કિશનનું કહેવું છે કે, વિપક્ષીઓ દ્વારા ગામ ગામ જઈને જુઠ્ઠાણાંનો પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો છે. જનતા સાથે છળ કરવામાં આવ્યું. તેમને ખોટું બોલીને ફોર્મ ભરાવીને વોટ પોતાની તરફ કરવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp