હરિયાણામાં ભાજપની ઐતિહાસિક જીત, પણ આ મોટો ફટકો પડ્યો

હરિયાણા વિધાનસભાના પરિણામો મંગળવારે જાહેર થઇ ગયા અને ભાજપે ત્રીજી વખત હેટ્રીક મારીને ઐતિહાસિક જીત મેળવી લીધી છે, પણ સાથે સાથે ભાજપને એક મોટો ફટકો પણ પડ્યો છે. ભાજપે હરિયાણા વિધાનસભા 2024ની ચૂંટણીમાં કુલ 10 મંત્રીઓને અને એક વિધાનસભા સ્પીકરને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 8 મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા અને વિધાનસભા સ્પીકર પણ ચૂંટણી જીત્યા શક્યા નથી.

હરિયાણા વિધાનસભાના સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાને પંચકુલાથી ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા છે. આ સિવાય સુભાષ સુધા, સંજય સિંહ, અસીમ ગોયલ, કમલ ગુપ્તા, કંવર પાલ, જે.પી. દલાલ, અભેસિંહ યાદવ, રણજીત સિંહ ચૌહાણ હારી ગયા છે.

જ્યારે પાણીપત ગ્રામીણ સીટથી રાજ્યસભા સાંસદ મહિપાલ ઢાંડા અને બલ્લભગઢથી મૂલચંદ શર્મા ચૂંટણી જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp