કાવડ યાત્રાવાળા આદેશ પર મુશ્કેલીમાં BJP? પોતાની જ પાર્ટીના નેતાઓએ ઉઠાવ્યા સવાલ
કાવડ યાત્રાને લઇને મુઝફ્ફરનગર પોલીસે આપેલા નિર્દેશ પર વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન પોતે NDAની પાર્ટીઓએ પોલીસના નિર્દેશ પર સવાલ ઊભા કર્યા છે. સહયોગી દળો JDU, RLD સહિત પોતે ભાજપના નેતા પોલીસના આ નિર્દેશ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો સતત થઇ રહેલા વિવાદ બાદ પોલીસે વધુ એક નિર્દેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે હોટલ અને ઢાબાના માલિક પોતાની ઇચ્છાથી પોતાનું નામ અને રેટ કાર્ડ દુકાન બહાર લગાવી શકે છે, જેને પહેલા જરૂરી બતાવવામાં આવ્યો હતો.
મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રા શરૂ થવા અગાઉ તેને લઇને નિર્દેશ જાહેર કર્યો હતો. તેમ કહેવામાં આવ્યું હતું કે, કાવડ યાત્રાના રુટ પર પડતી દુકાનો, ઢાબા અને લારીઓ પર વિક્રેતાઓના નામ લખવા જરૂરી હશે. ત્યારબાદ વિપક્ષે ઉત્તર પ્રદેશ સરકારની નિંદા કરી. આ આદેશને ગેરકાયદેસર, સંવિધાન વિરોધી અને સામાજિક ગુનો ગણાવ્યો. હવે NDAના નેતા પણ તેની વિરુદ્ધ જતા દેખાઇ રહ્યા છે. JDU નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશભરમાં કાવડ યાત્રાઓ કાઢવામાં આવે છે, પરંતુ ક્યારેય કોઇ સાંપ્રદાયિક તણાવ થયો નથી. જો કોઇ અસામાજિક તત્વ છે તો પોલીસ તેને નિપટવામાં સક્ષમ છે.
अरे ट्रोलर टट्टुओं...कांवड यात्रा के सम्मान, श्रद्धा का सर्टिफिकेट कम से कम मुझे तो मत बाटो, मेरा हमेशा मानना है कि "कोई भी आस्था असहिष्णुता,अस्पृश्यता की बन्धक नहीं होनी चाहिए" 👇🙏 pic.twitter.com/84shtbiwt5
— Mukhtar Abbas Naqvi (@naqvimukhtar) July 18, 2024
કે.સી. ત્યાગીનું કહેવું છે કે ધાર્મિક સ્તર પર સીમાંકન કરવા પર સાંપ્રદાયિક સદ્વભાવને નુકસાન પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એવી જગ્યાઓ છે જ્યાં 30-40 ટકા વસ્તી મુસ્લિમ છે. ત્યાંથી યાત્રા પસાર થાય છે. મુસ્લિમ લોકો તીર્થયાત્રીઓના કાવડ બનાવવા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં સામેલ થાય છે. એવો કોઇ મેસેજ ન જવો જોઇએ, જેથી સાંપ્રદાયિક વિભાજન ઉત્પન્ન થાય. શું યાત્રાના માર્ગ પર ક્યારેય કોઇ દંગો થયો છે?
એ સિવાય બિહારના બાંકા અને ભાગલપુર પણ બિહાર કાવડ યાત્રાના રુટ પર આવે છે. આ બંને ક્ષેત્રોના સાંસદોએ પણ આદેશ પર સવાલ ઉઠાવ્યા છે. બાંકાથી JDU સાંસદ ગિરિધારી યાદવે કહ્યું કે, તેમને કોઇ હિન્દુ-મુસ્લિમ મુદ્દો ખબર નથી. બિહારમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે રહે છે. અમે મુસ્લિમ તહેવારોમાં સામેલ થઇએ છીએ અને તેઓ પણ અમારા ધર્મનું સન્માન કરે છે. તો ભાગલપુરથી JDU સાંસદ સંજય કુમાર મંડળને જ્યારે આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમને પૂછો જેમણે આ આદેશ આપ્યો છે. તેઓ આ મામલે શું કહી શકે છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પોતાનો ખાસ પ્રભાવ રાખનારી RLDએ પણ આ આદેશ પર સવાલ ઉઠાવ્યા છે. RLD પ્રવક્તા અનિલ દુબેએ કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે, પરંતુ દુકાનો પર પોતાનું નામ દેખાડવા માટે બાધ્ય કરવાની જરૂરિયાત નથી. એ પ્રશાસનનું કામ નથી. સીનિયર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ X પર પોસ્ટ કરી. તેમણે તેમાં અધિકારીઓના આદેશની નિંદા કરી. સાથે જ ગત પોસ્ટ પર જે લોકોએ નકવીને ટ્રોલ કર્યા હતા. તેમને પણ સખત સંદેશ આપ્યો. તેમણે લખ્યું કે, ‘અરે ટ્રોલર ટટ્ટુઓ.. કાવડ યાત્રાના સન્માન અને શ્રદ્ધાનું સર્ટિફિકેટ ઓછામાં ઓછું મને તો ન વહેચો. મારું હંમેશાં માનવું છે કે કોઇ પણ આસ્થા અસાહિષ્ણુતા, અસ્પૃશ્યતાની બંધક ન હોવી જોઇએ.
વિપક્ષ સતત આ મુદ્દા પર ઉત્તર પ્રદેશ સરકાર પર હુમલાવર છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને તેને સમાજને વિભાજિત કરવા માટે કરવામાં આવેલો એક સામાજિક અપરાધ બતાવ્યો અને કોર્ટ પાસે પ્રશાસનની મંશાની તપાસ કરવાની માગ કરી. તો કોંગ્રસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, જે લોકો નક્કી કરવા માગતા હતા કે કોણ શું ખાશે, તેઓ હવે એ પણ નક્કી કરશે કે કોણ શું ખરીદશે અને કોની પાસે ખરીદશે. સહારનપુરના DIGએ કહ્યું કે, પહેલા ઘણી વખત રેટ અને ધર્મને લઇને કાવડ યાત્રીઓમાં ઝઘડા થયા છે. તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp