હેમંત સોરેન પાસે બહુમત નથી, 48માંથી માત્ર 42 ધારાસભ્યોની સહી, BJP સાંસદનો દાવો

PC: ndtv.com

હેમંત સોરેનની ધરપકડને લઈને ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, તેમની પાસે ઘણી બેનામી સંપત્તિ છે. તેમની પાસે 6 BMW છે. જેને કેશ પૈસામાં ખરીદવામાં આવી છે. અત્યારે ઝારખંડ મુક્તિ મોરચા (JMM)માં એટલી ખટપટ છે કે બસંત સોરેન પોતે મુખ્યમંત્રી બનવા માગે છે. સીતા સોરેનનો હક્ક બને છે કે તેઓ મુખ્યમંત્રી બને. ખેલ હજુ બાકી છે. નિશિકાંત દુબેએ દાવો કર્યો કે, JMMના 48-49 ધારાસભ્ય છે, પરંતુ તેઓ માત્ર 42-43 ધારાસભ્યોની જ સહી લઈ શક્યા છે.

સીતા સોરેન, રામદાસ સોરેન બેઠકમાં નહોતા. કોંગ્રેસના ઘણા નેતા બેઠકમાં નહોતા. મને લાગે છે કે તેમની પાસે ધારાસભ્ય નથી ચંપઈ સોરેન પાસે બહુમત નથી. તો JMM સાથે સરકાર બનાવવાને લઈને ભાજપના સાંસદે કહ્યું કે, ભાજપ ભ્રષ્ટાચારીઓ સાથે મળીને સરકાર નહીં બનાવે. JMMનો હાથ પૂરી રીતે ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. અમે હંમેશાં ચૂંટણી માટે તૈયાર રહીએ છીએ અને અમે ચૂંટણી માટે જઈશું મોદીજી કહે છે કે ન ખાઈશ- ન ખાવા દઇશ. મોદીજી આજે દેશમાં જ નહીં, આખા વિશ્વમાં પણ લોકપ્રિય નેતા છે.

આજે જો ચૂંટણી થઈ તો ભાજપ લોકસભાની ચૂંટણીમાં 400 પાર સીટો જશે. JMMનો જળમૂળથી નાશ કેવી રીતે થાય તેના માટે અમે કામ કરતા રહીશું. નિશિકાંત દુબેએ કહ્યું કે, હેમંત સોરેન આદિવાસી કાર્ડ કેમ રમશે? આજે જો ડીલિમિટેશન થઈ જાય તો ત્યાંની સીટ ઓછી થઈ જશે. શું બાબુલાલ મરાંડી આદિવાસી નથી, અર્જૂન મુંડા પણ આદિવાસી છે. શું આદિવાસીઓનો ઠેકો હેમંત સોરેની લઈ રાખ્યો છે. આપણાં આદિવાસીઓ પર આ સમયે બાંગ્લાદેશીઓ દ્વારા એટેક કરવામાં આવી રહ્યો છે. ત્યાં કોઈ આદિવાસી બચી રહ્યું નથી. હેમંત સોરેન વિક્ટિમ કાર્ડ નહીં રમી શકે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ચંપાઈ સોરેનજી ધારાસભ્ય દળના આગામી મુખ્યમંત્રી માટે પ્રસ્તાવિત કર્યા છે. હેમંત સોરેનજી કલ્પના સોરેનને મુખ્યમંત્રી પરિવારના વિરોધના કારણે ન બનાવી શક્યા. ઉલ્લેખનીય છે કે ચંપાઈ સોરેન સોરેન સરકારમાં પરિવહન, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના કલ્યાણ મંત્રી છે. ચંપાઈ એ સિવાય JMMના ઉપાધ્યક્ષ પણ છે. JMMના ધારાસભ્ય અને પાર્ટીના સુપ્રીમો શિબુ સોરેનની મોટી વહુ સીતા સોરેને ખુલ્લી રીતે કહ્યું કે કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાના કોઈ પણ પગલાંનો વિરોધ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp