લોકસભાની ચૂંટણી અગાઉ જ વધી રહી છે આ વસ્તુની માગ, શું છે BJP કાર્યકર્તાઓની તૈયારી

PC: abplive.com

ચૂંટણી પંચે અત્યાર સુધી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી, પરંતુ અત્યારથી જ રેલીઓ અને રોડ શૉની તૈયારીને લઈને રાજનીતિક પાર્ટીઓએ પ્લાન તૈયાર કરી લીધો છે. ખાસ વાત એ છે કે આ વખતની ચૂંટણીઓ અને રોડ શૉમાં ઝંડા, બેનર અને પોસ્ટર સાથે સાથે અન્ય ઘણી વસ્તુઓનો ઉપયોગ થવાનો છે. ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આ વખત બુલડોઝર ભાડા પર લેવાની માગ વધી ગઈ છે. બુલડોઝર ભાડા પર લેવા માટે અત્યારથી જ બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ભારતીય જનતા અપાર્ટી (BJP) શાસિત રાજ્ય, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બુલડોઝર ભાડા પર લેવા માટે પ્રી-બુકિંગ એડવાન્સ માટે લોકો સંપર્ક પણ કરવા લાગ્યા છે.

ગાઝિયાબાદના સ્થાનિક ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની રેલીઓમાં મોટા નેતાઓ રોડ શૉ અને રેલીઓમાં પહોંચવા પર બુલડોઝરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. સાથે જ 21 તોપોની જેમ 21 બુલડોઝરથી સલામી પણ આપવામાં આવશે. એવામાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડના શૉરૂમના માલિકો અને બુલડોઝર ભાડા પર આપનારાઓની ચાંદી ચાંદી થવાની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની ચૂંટણી સભાઓમાં બુલડોઝર નજરે પડવાના છે.

હાલમાં જ આ રાજ્યોના નેતાઓ પર બુલડોઝરથી પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા સૌથી લોકપ્રિય નેતા તરીકે પણ ઉભર્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણી જનસભાઓમાં બુલડોઝરની જૂની રેસ ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ફરી શકે છે. ભાજપના એક નેતા મુજબ, આગામી દિવસોમાં ઉચ્ચ નેતૃત્વ આ વખત રાજસથન, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ યોગીની ઉપયોગિતા લેશે.

એવામાં યોગી આદિત્યનાથની સભાઓમાં બુલડોઝર સાંકેતિક રૂપે રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગાઝિયાબાદના ભાજપ કાર્યકર્તા સંદીપ કુમાર કહે છે કે, 'બાબા બુલડોઝર અને તેમના હિન્દુત્વ મોડલની લોકપ્રિયતા જોતા વિધાનસભાની ચૂંટણીઓની જેમ લોકસભાની ચૂંટણી 2024માં પણ યોગીજી મહત્ત્વની ભૂમિકામાં રહેવાના છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી બાબા બુલડોઝરની નીતિના દીવાના છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, આસામ અને બિહારમાં પણ બુલડોઝરની વકીલાત ભાજપના સ્થાનિક નેતા કરવા લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp