મોદી સરકારના મંત્રી શાંતનુ ઠાકુરનો દાવો આગામી 7 દિવસમાં દેશમાં આ કાયદો લાગૂ થશે

PC: jansatta.com

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આગામી એક અઠવાડિયામાં CAA આખા દેશમાં લાગૂ થઈ જશે અને હું એ વાતની ગેરંટી આપું છું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં સાર્વજનિક બેઠકોને સંબોધિત કરતા શાંતનુ ઠાકુરે કહ્યું કે, રામ મંદિરના અનાવરણ પહેલા જ થઈ ચૂક્યું છે. હવે આગામી એક અઠવાડિયામાં CAA પણ લાગૂ કરી દેવામાં આવશે. આજે હું એ ગેરંટી સાથે મંચ પરથી ઉતરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, શાંતનુ ઠાકુર બંગાળના બનગાંવથી ભાજપના સાંસદ છે અને બંદરગાહ, જહાજરાની અને જળમાર્ગ મંત્રાલયના રાજ્ય મંત્રી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીએ CAAને લઈને જે કહ્યું છે, જો એમ થયું તો અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા અને બિહારમાં નીતિશ કુમાર સાથે મળીને સરકાર બનાવ્યા બાદ વર્ષ 2024માં ભાજપનું આ વધુ એક મોટું પગલું હશે. શાંતનુ ઠાકુરે કહ્યું કે, આ રાજ્યના મુખ્યમંત્રી કહે છે કે જો તમારી પાસે વોટર કાર્ડ છે, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે નાગરિક છો. તમે મતદાન કરી શકો છો, પરંતુ મેં એ સાંભળ્યું છે કે હજારો લોકો તેનાથી અત્યાર સુધી વંચિત છે. મુખ્યમંત્રી એમ કેમ કહી રહ્યા છે કે જે લોકો આવી ચૂક્યા છે, તેઓ નાગરિક છે.

જો કોઈ નાગરિક પાસપોર્ટ ખરાઈ માટે DIB સાથે સંપર્ક કરે છે તો વિભાગ તેની પાસેથી 1971થી અગાઉના દસ્તાવેજ કેમ માગી રહ્યો છે? આ સવાલનો જવાબ પોલીસ પ્રશાસને આપવો પડશે. આપણે પાસપોર્ટની ખરાઈ વોટર કાર્ડ, આધાર કાર્ડ અને રાશન કાર્ડ જોઈને કરવી જોઈએ, પરંતુ રાજ્ય સરકાર રાજનીતિ કરવામાં લાગેલી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં અમિત શાહે કહ્યું હતું કે, CAA લાગૂ થતા કોઈ રોકી નહીં શકે કેમ કે આ દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને આ મુદ્દાથી ભટકાવવાનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, CAA કાયદાનું ઉદ્દેશ્ય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત પાડોશી 3 દેશોના 6 સમુદાયોને ફાસ્ટ ટ્રેક નાગરિકતા આપવાનું છે. આ કાયદાને મંજૂરી મળી ચૂકી છે, પરંતુ તેને લાગૂ કરવાના નિયમોને અત્યાર સુધી લિસ્ટેડ કરાવવામાં આવ્યા નથી. અમિત શાહે કહ્યું કે, અમારે આગામી વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવવા માટે કામ કરવાનું છે.

ભાજપ સરકારનો અર્થ ઘૂસણખોરી, ગૌ તસ્કરીનો અંત અને CAAના માધ્યમથી ધાર્મિક આધાર પર સતાવવામાં આવેલા લોકોને નાગરિકતા પ્રદાન કરવાનું હશે. શાહે CAAના મુદ્દા પર લોકોને ભરમાવવા માટે બેનર્જી પર તીખો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ક્યારેક ક્યારેક એ લોકો, શરણાર્થીઓને ભરમાવવાનો પ્રયાસ કરે છે કે CAA દેશમાં લાગૂ થશે કે નહીં. હું સ્પષ્ટ રૂપે કહેવા માગું છું કે, CAA દેશનો કાયદો છે અને કોઈ પણ તેને લાગૂ કરતા રોકી નહીં શકે. એ અમારી પાર્ટીની પ્રતિબદ્ધતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp