પશ્ચિમ બંગાળમાં અમિત શાહે ફરી ખોંખારો ખાઇને કહ્યું- CAA લાગૂ થઇને રહેશે, કોઇ..

PC: facebook.com/amitshahofficial

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક જાહેર સભામાં ફરી દોહરાવ્યુ હતું કે,Citizenship Amendment Act (CAA) એટલે કે નાગરિકસા સંશોધન કાયદો લાગૂ થઇને જ રહેશે અને તેને રોકવાની કોઇની તાકાત નથી. અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ 2026માં રાજ્યમાં બે તૃતિયાંશ બહુમતી સાથે સત્તામાં આવશે. શાહે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું પ્રદર્શન વિધાનસભા ચૂંટણીમાં તેની જીતનો પાયો નાખશે.

નાગરિકતા સંશોધન કાયદો (CAA) ફરી એકવાર ચર્ચામાં છે. ગૃહમંત્રી અમિત શાહના નિવેદને ફરી એકવાર તેને ચર્ચામાં લાવી દીધું છે.

નાગરિકતા સુધારો અધિનિયમ 10 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવ્યો છે, પરંતુ તેના નિયમો અને કાનૂન હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી, તેથી તેને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો નથી.

આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં રાજકારણનો તખ્તો તૈયાર થવા લાગ્યો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે રાજ્યમાં લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ પ્રસંગે એક રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ભારપૂર્વક કહ્યું કે કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરશે અને તેને કોઈ રોકી શકશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કોલકાત્તામાં એક જંગી રેલીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે તૃષ્ટિકરણ, ઘુસણખોરી, ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસા જેવા મુદ્દાઓ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉપસ્થિત જનમેદનીને મમતા સરકારને ઉથલાવીને ફેંકી દેવાની અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવાનો આગ્રહ કર્યો હતો.

રેલીમાં ઉમટેલી ભીડ જોઇને ખુશ થયેલા અમિત શાહે કહ્યું હતું કે, આ જે ભીડ છે તે લોકોના મૂડને દર્શાવે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ 2026માં બે તૃતિયાંશ બહુમતી સાથે રાજ્યમાં સત્તામાં આવશે. શાહે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું પ્રદર્શન વિધાનસભા ચૂંટણીમાં તેની જીતનો પાયો નાખશે.

વિવાદાસ્પદ CAAનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જિ તેનો વિરોધ કરી રહ્યા છે. છે, પરંતુ તેને લાગુ થતા કોઈ રોકી શકશે નહીં. વિપક્ષના આ કાયદા સામેના કડક વલણ વચ્ચે કેન્દ્ર સરકારે હજુ સુધી તેના નિયમો બનાવ્યા ન હોવાને કારણે આ કાયદો હજુ અધવચ્ચે લટકેલો છે.

અમિત શાહ પશ્ચિમ બંગાલના ઐતિહાસિક એસ્પ્લેનેડ ખાતે પાર્ટીની રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે, પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42માંથી 18 બેઠકો જીતી હતી, જે તેની અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp