શું અમેઠી બેઠક સ્મૃતિ ઇરાની ફરી જીતી શકશે?

PC: Livemint.com

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના ફરી રિપીટ કર્યા છે. 2019માં અમેઠીની બેઠક પર સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવેલા. કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીની સામે કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કિશોરીલાલ ગાંધી પરિવારની નજીકના હોવાનું માનવામાં આવે છે. 20 મેના દિવસે અમેઠી બેઠક પર મતદાન થવાનું છે. 1967માં અમેઠી લોકસભા સીટ બની હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 3 વખતને બાદ કરતા બધી વખત કોંગ્રેસે જીત મેળવેલી છે.

1977માં સંજય ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડેલા એ પછી રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારની જીત પર 2019માં સ્મૃતિ ઇરાનીએ બ્રેક મારી હતી.

અમેઠીમાં કુલ 17.16 લાખ મતદારો છે, જેમાં દલિત મતદારો 26 ટકા, મુસ્લિમ 20 ટકા, બ્રાહ્મણ 18 ટકા, ક્ષત્રિય 11 ટકા, યાદવ અને મૌય 16 ટકા અને લોઘ તથા કુર્મી 10 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp