કેનેડાએ પોતાના 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લીધા, ભારતમાં...

PC: twitter.com

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં નવો મોડ સામે આવ્યો છે. કેનેડાની રાજધાની ઓટાવામાં વિદેશ મામલાના મંત્રી મેલાની જોલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, ભારતે કહેલું કે રાજદ્વારી  અધિકારો અમે ખતમ કરી દઇશું અને અમારા રાજદ્વારીને પાછા બોલાવી લેવા માટે ભારતે અમને કહ્યું હતું. અમે ભારતના અમારા 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લીધા છે. ભારતમાં કેનેડાના કુલ 62 ડિપ્લોમેટ્સ છે, જેમાંથી 41 કેનેડા પાછા ગયા છે.

ભારતના આ પગલાં સામે કેનેડાએ પણ એક્શન લીધું છે. કેનેડાએ જાહેરાત કરી કે ભારતમાં ચંદીગઢ, બેંગલુરુ અને મુંબઇમાં કેનેડા દુતાવાસ બંધ કરી દેવામાં આવશે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ એવો  આરોપ લગાવ્યો હતો કે જસ્દીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp