બાઇક ચોરીની ફરિયાદ ન સાંભળવામાં આવી તો દુઃખી થઈને બોલ્યો કલ્લન કુમાર- સાંસદ બનીશ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના આગ્રાથી અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. અહી બાઇક ચોરીની સુનાવણી ન થવાથી દુઃખી કલ્લન સિંહ પ્રજાપતિએ સાંસદ બનવાનો નિર્ણય લીધો છે. કલ્લન સિંહ શુક્રવારે ફતેહપુર સિકરી લોકસભા ક્ષેત્રથી નામાંકન પત્ર ખરીદવા પહોંચ્યો હતો. તેણે ચૂંટણી લડવા માટે નામાંકન પત્ર ખરીદ્યું. કલ્લન સિંહ ફતેહપુર સિકરી ક્ષેત્રનાના ઉંદેરા ગામમાં રહે છે, તે ઘણા વર્ષોથી માટીના વાસણ બનાવવાનું કામ કરી રહ્યો છે. લગભગ 64 વર્ષીય કલ્લન સિંહે અપક્ષ ચૂંટણી લડવા માટે નામાંકન પત્ર ખરીદ્યું છે.

તેણે જણાવ્યું કે, તે અગાઉ પણ ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યો છે, પરંતુ કોઈ કારણવશ ચૂંટણી લડી શક્યો નહોતો. કલ્લન પ્રજાપતિએ જણાવ્યું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં હું ચૂંટણી લડવા તૈયાર છું. લગભગ 8 મહિના અગાઉ મારી ગોયલ હોસ્પિટલથી બાઇક ચોરાઇ ગઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશન માલપુરામાં ફરિયાદ કરી, પરંતુ કોઈ સુનાવણી ન થઈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પોર્ટલ પર ફરિયાદ કરી. ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.

આ દરમિયાન વાત કરતા કલ્લન સિંહ ઊછળી પડ્યો, બોલ્યો કલ્લન કુમાર સાંસદ બનશે. વર્તમાન સાંસદ રાજકુમાર ચાહરને પણ મળ્યો, પરંતુ તેમણે પણ મારી ફરિયાદને નજરઅંદાજ કરી દીધી. કોઈ સુનાવણી ન થવાના કારણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ કોઈ પણ સમસ્યાને ગંભીરતાથી ન લીધી. સરકારી કાર્યાલયોમાં માર કોઈ સુનાવણી થતી નહોતી. ફતેહપુર સિકરી લોકસભા ક્ષેત્રથી ઇચ્છુક ઉમેદવાર કલ્લન સિંહ પ્રજાપતિએ કહ્યું કે, હોસ્પિટલથી બાઇક ચોરી થઈ ગઈ હતી. આ કેસમાં શાસન પ્રશાસનને ફરિયાદ કરી હતી. અધ્યક્ષે 2 સાક્ષી કરીને મારું નામ બદલી દીધું. આજે અમે ચૂંટણી લડવા માટે નામાંકન પત્ર લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp