મધ્યપ્રદેશમાં ભાભી, પિંટુ ચિંટુ, ગોલી, દાદા, મામા ચૂંટણી લડી રહ્યા છે

PC: indiatv.in

17 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કરતી વખતે ઇન્દોરમાં ઘણા ઉમેદવારોએ તેમના મૂળ નામોમાં ઉપનામ પણ સાથે જોડ્યા છે. અહીંના મોટાભાગના ઉમેદવારો સામાન્ય લોકોમાં તેમના વાસ્તવિક નામોથી ઓછા અને તેમની અટકથી વધુ જાણીતા છે.

મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાની 9 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીમાં દર વખતની જેમ આ વખતે પણ મુખ્ય ઉમેદવારોના પ્રચલિત નામો તેમના અસલી નામ પર ભારે પડી રહ્યા છે. સોશિયલ મીડિયાથી માંડીને ચૂંટણી પ્રચાર અને સૂત્રોચ્ચાર અને ભાષણો સુધી, તેમના આ ઉપનામો મુખ્ય બન્યા છે. ઈન્દોરની ચૂંટણીની મોસમમાં, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉભા કરાયેલા મોટાભાગના ઉમેદવારો સામાન્ય લોકોમાં તેમના વાસ્તવિક નામથી ઓછા અને તેમના ઉપનામથી વધુ જાણીતા છે.

ઇન્દોર-1ના ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીટને તેમના સ્થાનિક સમર્થક ‘બોસ’ કહીને બોલાવે છે. તો આ સીટના કોંગ્રસના ધારાસભ્ય સંજય શુક્લાને ‘સંજૂ ભૈયા’ના નામથી ઓળખે છે.

ઇન્દોર-2ના ભાજપના ધારાસઙ્ય રમેશ મેંદોલાને લોકો ‘દાદા’ના નામથી ઓળખે છે. ઇંન્દોર-3ની ભાજપની ધારાસભ્ય માલિની ગૌડ ;ભાભી’ તરીકે વધારે જાણીતા છે. ઇન્દોર-5ન4 ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર હાર્ડિયાને લોકો ‘બાબા’ના નામથી જાણીતા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ચિંતામણી ચૌકસને લોકો ‘ચિંટૂ’ના નામથી ઓળખે છે. કોંગ્રેસના સત્યાનારાયણ પટેલને લોકો ‘સત્તુ’ તરીકે બોલાવે છે.

ઈન્દોરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લેતી રાઉ બેઠક પર પણ ઉમેદવારોના ઉપનામો દબદબો છે. રાઉના હાલના કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્ર પટવારીને "જીતુ" પટવારી કહેવામાં આવે છે, જ્યારે તેમની સામે ઉભા રહેલા ભાજપના ઉમેદવાર મહાદેવ વર્માને બદલે "મધુ" વર્મા તરીકે ઓળખાય છે.

ઈન્દોર-3ના ઉમેદવારોની વાત કરીએ તો શહેરના પરંપરાગત બજારોવાળા આ વિસ્તારમાં મુખ્ય ચૂંટણી જંગ કોંગ્રેસના "પિન્ટુ" જોશી અને ભાજપના "ગોલુ" શુક્લા વચ્ચે છે. જોકે, પિન્ટુનું અસલી નામ ‘દીપક જોશી’ અને ગોલુનું અસલી નામ ‘રાકેશ શુક્લા’ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કરતી વખતે ઇન્દોરમાં ઘણા ઉમેદવારોએ તેમના મૂળ નામોમાં ઉપનામ જોડ્યા હતા. જેથી જ્યારે મતદારો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું બટન દબાવશે ત્યારે તેમની વચ્ચે કોઈ મૂંઝવણ ન રહે

ગુજરાતમાં પણ આવા ઉપનામો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લોકો ‘દાદા’ના નામે વધારે ઓળખે છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ત્યાંના લાકો ‘મામા’ તરીકે બોલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp