'મારી પાસે 4-5 કુર્તા પાયાજામાઓ સિવાય..', CBIની રેડ પર બોલ્યા સત્યપાલ મલિક

PC: hindustantimes.com

જમ્મુ-કાશ્મીરના કિરુ જળ વિદ્યુત પરિયોજનાનો કોન્ટ્રાક્ટ આપવામાં તથા કથિત ભ્રષ્ટાચારની તપાસના સિલસિલામાં પોતાના આવાસો પર થયેલી CBIની છાપેમારીને લઈને પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પોતાના સત્તાવાર X હેન્ડલ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે, 'છેલ્લા 3-4 દિવસથી હું બીમાર છું અને હૉસ્પિટલમાં દાખલ છું. એ છતા તાનાશાહ દ્વારા મારા મકાનમાં સરકારીઓ એજન્સીઓની છાપેમારી કરાવવામાં આવી રહી છે. મારા ડ્રાઈવર, મારા સહાયક ઉપર પણ છાપેમારી કરાવીને તેમને કારણ વિના પરેશાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, આ છાપેમારીથી ગભરાઈશ નહીં, હું ખેડૂતો સાથે છું.'

તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, 'મેં ભ્રષ્ટાચારમાં સામેલ જે વ્યક્તિઓની ફરિયાદ કરી હતી, તેમની તપાસ ન કરીને મારા આવાસ પર CBI દ્વારા છાપેમારી કરવામાં આવી છે. મારી પાસે 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઇ નહીં મળે. તાનાશાહ સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું ખેડૂતનો દીકરો છું, ન હું ડરીશ અને ન ઝુકીશ.' ઉલ્લેખનીય છે કે CBIએ ગુરુવારે સવારે ગુરુગ્રામ, ચંડીગઢ, પટના, દિલ્હી, જોધપુર, બાડમેર,, નોઇડા અને બાગપતમાં 30 આવાસો અપર છાપેમારી કરી.

CBIએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે જોડાયેલા 8 પરિસરોની તપાસ કરવામાં આવી. તેમાં ગુરુગ્રામ સ્થિત તેમના 3 ફ્લેટ સામેલ છે. કેન્દ્રીય એજન્સીએ એશિયન ગેમ્સ વિલેજ સ્થિત મલિકના અપાર્ટમેન્ટની પણ તપાસ કરી. આ મામલો કિશ્તવાડમાં ચિનાબ નદી પર પ્રસ્તાવિત કિરુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે વર્ષ 2019માં 2200 કરોડ રૂપિયાના સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે, તેમના ગવર્નર રહેતા (ત્યારે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ નહોતું) પરિયોજનાઓ સાથે સંબંધિત 2 ફાઈલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની રજૂઆત કરવામાં આવી હતી.

સત્યપાલ મલિક મૂળ ઉત્તર પ્રદેશના બાગપતના રહેવાસી છે. તેમણે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમના રાજકીય કરિયરની શરૂઆત વર્ષ 1974માં બાગપતના ધારાસભ્યના રૂપમાં થઈ હતી. વર્ષ 1980માં તેઓ લોકદળના સાંસદના રૂપમાં રાજ્યસભામાં પહોંચ્યા હતા. પછી ઉત્તર પ્રદેશના અલીગઢથી સાંસદ બન્યા. વર્ષ 1996માં સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ મળી, પરંતુ એ સીટ પર હાર મળી હતી. પછી વર્ષ 2004માં ભારતીય જનતા પાર્ટી (BJP)નો હિસ્સો બન્યા અને ચૂંટણી લડી, પરંતુ એ વખત પણ હાર જ મળી. તેમને વર્ષ 2012માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને પછી તેમને એક એક કરીને 4 રાજ્યોના રાજ્યપાલની જવાબદારી (ક્રમશઃ બિહાર વર્ષ 2017, જમ્મુ-કાશ્મીર વર્ષ 2018, ગોવા વર્ષ 2019 અને મેઘાલય વર્ષ 2020) સોંપવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp