કેન્દ્રના કર્મચારીઓ હવે RSSમાં જોડાઇ શકશે, આ નિર્ણય હમણાં કેમ લેવાયો?

કેન્દ્રના કર્મચારીઓ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS)ની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે એવો એક ગુપચુપ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે હોબાળો મચાવ્યો ત્યારે આ વાત સામે આવી છે.

1966માં દિવગંત પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીના સમયથી RSSમાં કેન્દ્રના કર્મચારીઓ માટે પ્રતિબંધ હતા. હવે 58 વર્ષ પછી કેન્દ્ર સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ત્યારે સવાલ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2 કાર્યકાળમાં આ નિર્ણય કેમ ન લેવાયો? અત્યારે આ નિર્ણયની કેમ જરૂર પડી? જાણકારોનું કહેવું છે કે, લોકસભા 2024ના પરિણામો પછી ભાજપ અને RSSના સંબધો સહજ રહ્યા નથી. RSSના નજર અંદાજનો મેસેજ ભાજપ માટે ભારે પડી શકે એટલે આ નિર્ણય અત્યારે લેવાયો છે. RSSના વડા મોહન ભાગવત સહિત અનેક નેતા ભાજપ વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp