ચંદીગઢના મેયરની આજે ચૂંટણી હતી, પણ છેલ્લી ઘડીએ આ કારણે કેન્સલ કરી દેવાઈ
ચંદીગઢમાં આજે થનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાલ માટે ટાળી દેવામાં આવી છે, પરંતુ તેને લઈને પણ સત્તાવાર નોટિફિકેશન આવવાની બાકી છે. કોર્પોરેટરોની ચૂંટણી ટાળવા બાબતે વોટ્સેપના માધ્યમથી મેસેજ મોકલીને જાણકારી આપવામાં આવી. તેમને આગામી સૂચના આવવા સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન સદનમાં આવવાની ના પાડવામાં આવી છે. ચંદીગઢ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ભાજપના કોઈ કોર્પોરેટર પાલિકા કાર્યાલય ન પહોંચ્યા.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરોને પાલિકા કાર્યાલયમાં એન્ટ્રી ન આપવામાં આવી. ત્યાં પહોંચેલા કોર્પોરેટરોએ જણાવ્યું કે, પ્રીસાઇડિંગ અધિકારી તરીકે વરણી થયેલા નોમિનેટ કોર્પોરેટર અનિલ મસીહની તબિયત બગાડવાના કારણે ચૂંટણી આગામી આદેશ સુધી ટાળી દેવામાં આવી છે. એ સમાચાર સાંભળ્યા બાદ AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોએ હોબાળો શરૂ કર્યો. પોલીસકર્મીઓ સાથે તેમની ધક્કામુક્કી પણ થઈ. AAP નેતા રાઘવ ચડ્ઢાએ તેને લઈને ભાજપ પર તીખો પ્રહાર કર્યો.
તેમણે કહ્યું કે, ભાજપને INDIA બ્લોક સામે ચૂંટણી અગાઉ જ હાર માની લીધી છે અને એટલે ગંદી રાજનીતિ પર ઉતરી આવી છે. ભાજપની હલાત એ બાળક જેવી થઈ ગઈ છે જે ગલી ક્રિકેટમાં આઉટ થયા બદ રડતા બેટ લઈને પાછો જતું રહે છે. ભાજપના મેયરના ઇલેક્શનમાં INDIA બ્લોક સામે શનમજનક હાર થવાની હતી. વિપક્ષી ગઠબંધને મેયરની નાનકડી ચૂંટણીમાં જ ભાજપની ઊંઘ ઉડાવી દીધી. કાયર ભાજપ INDIA બ્લોકની જીત જોતા ડરી ગઈ છે. એટલે ચૂંટણી ટાળી દીધી. તેનાથી અંદાજો લાગી જાય છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં તેની શું હાલત થશે. અમે તેની વિરુદ્ધ કોર્ટ જઇ રહ્યા છીએ.'
AAPના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે X પર એક પોસ્ટમાં લખ્યું કે, પોતાની હારને જોતા ભાજપે ચંદીગઢમાં પોતાની ગંદી ચાલો ચાલવાની મશીનરી શરૂઆત કરી દીધી છે. જો આપણાં દેશમાં આ પ્રકારની ચૂંટણી પ્રણાલી છે તો એ ખૂબ જ હતોત્સાહિત કરનારી વાત છે. ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચંદીગઢમાં મેયરની ચૂંટણી ટાળવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. અમે તેને સફળ થવા નહીં દઈએ.'
ચંદીગઢમાં મેયર ચૂંટણીમાં AAP અને કોંગ્રેસે મળીને ઉમેદવાર ઉતાર્યા છે. ચંદીગઢના મેયરનું પદ હાલમાં ભાજપ પાસે છે. છેલ્લા 8 વર્ષથી ભાજપના જ મેયર રહ્યા છે, પરંતુ AAP અને કોંગ્રેસે સાથે આવ્યા બાદ સમીકરણ બદલાઈ ગયા છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 સભ્ય છે. ભાજપ 14 કોર્પોરેટરો સાથે સૌથી મોટી પાર્ટી છે. તો AAPના 13 કોર્પોરેટર છે. કોંગ્રેસના 7 અને શિરોમણી અકાલી દળના 1 કોર્પોરેટર છે. ચંદીગઢના સાંસદને પણ મેયર ચૂંટણીમાં મતદાનનો અધિકાર હોય છે. ચંદીગઢના વર્તમાન સાસંદ ભાજપના કિરણ ખેર છે.
કોંગ્રેસ અને AAP પાસે સંયુક્ત રૂપે 20 કોર્પોરેટર છે. ભાજપ પાસે 14 અને સાંસદ કિરણ ખેરને મળાવીને 15 વોટ છે. જો શિરોમણી અકાલી દળ ભાજપને સાથે આપે છે તો તેના એક કોર્પોરેટર્ન વોટ જોડતા પાર્ટી પાસે કુલ 16 વોટ થાય છે. આ પ્રકારે નંબર ગેમમાં કોંગ્રેસ અને AAP આગળ નજરે પડે છે. મેયર પદ માટે મનોજ સોનકર ભાજપના ઉમેદવાર છે. તો INDIA બ્લોક તરફથી AAPના કુલદીપ કુમાર ટીટા મેદાનમાં છે. સીનિયર સિટિઝન મેયર પદ માટે ભાજપના કુલજીત સંધૂ અને કોંગ્રેસના ગુરપ્રીત ગાબી, ડેપ્યુટી મેયર માટે ભાજપના રાજીન્દર શર્મા અને કોંગ્રેસના નિર્મલા દેવી વચ્ચે સીધી સ્પર્ધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp