ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હવે શું થવાનું છે, AAPના 3 કોર્પોરેટરો ગાયબ, કાલે...

PC: hindustantimes.com

ચંડીગઢ મેયરને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી થવાની છે, પરંતુ એ અગાઉ જ ભાજપ પોતાનો પક્ષ મજબૂત કરવામાં લાગી છે. એવા સમાચાર મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં સુનવણી અગાઉ આજે આમ આદમી પાર્ટી (AAP)ના 3 કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ શકે છે. આ INDIA બ્લોક માટે એક મોટો ઝટકો હશે. ખાસ કરીને ત્યારે, જ્યારે ભાજપ પર ગરબડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લાગી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટી (AAP)ના 3 કોર્પોરેટર ભાજપના સંપર્કમાં બતાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ સમયે ભાજપમાં સામેલ થવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

આમ આદમી પાર્ટીના 3 કોર્પોરેટરો ભાજપમાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂરી રીતે સમીકરણ બદલાઈ જશે. જો સુપ્રીમ કોર્ટમાં મેયરની ચૂંટણી ફરી કરાવવાનો નિર્ણય આવે છે તો ભાજપ ફૂલ મેજોરિટી સાથે મેયર બનાવી લેશે. ચંડીગઢમાં 30 જાન્યુઆરીએ મેયરની ચૂંટણી થઈ હતી, જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. એ ચૂંટણીમાં 16 વૉટોના સમર્થન છતા ભાજપ જીતી ગઈ હતી. પ્રીસાઇડિંગ ઓફિસરે 8 વોટ રદ્દ કરી દીધા હતા.

આમ આદમી પાર્ટીએ ભાજપ પર ચૂંટણીમાં ધંધાલીનો આરોપ લગાવ્યો હતો અને મુખ્યમંત્રી કેજરીવાલે પ્રીસાઇડિંગ ઓફિસનો એક વીડિયો પણ શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે અધિકારી કઇ રીતે વોટ રદ્દ કરી રહ્યા છે. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીમાં 3 જજોએ કેસને સાંભળ્યો. ચીફ જસ્ટિસે પ્રિસાઇડિંગ ઓફિસરનો એ વીડિયો પણ જોતો, જેમાં તેઓ વૉટોને કથિત રૂપે રદ્દ કરી રહ્યા છે.

CJIએ કહ્યું કે, આ લોકતંત્રની મજાક છે. જે કંઇ થયું તેનાથી અમે બસ સ્તબ્ધ છીએ. અમે આ પ્રકારે લોકતંત્રની હત્યાની મંજૂરી નહીં આપી શકીએ. CJIએ ચૂંટણીનો આખો વીડિયો રજૂ કરવા કહ્યું છે અને નોટિસ પણ આપી છે. CJIની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે, અમે નિર્દેશ આપીએ છીએ કે મેયર ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આખો રેકોર્ડ હાઇ કોર્ટ રજિસ્ટ્રાર જનરલ પાસે જપ્ત કરી લેવામાં આવે અને મતપત્ર, વીડિયોગ્રાફીને પણ સંરક્ષિત રાખવામાં આવે. રિટર્નિંગ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે કે તે રેકોર્ડ સોંપી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp