ચંડીગઢના મેયરપદને લઇ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, AAP-Congressને ફાયદો

PC: hindustantimes.com

ચંડીગઢ મેયરની ચૂંટણીને લઈને કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે મેયરની ચૂંટણીમાં પડેલા વૉટોની ફરીથી ગણતરી કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસની આગેવાનીવાળી બેન્ચે બેલેટ પેપર્સની તપાસ બાદ કહ્યું કે, જે 8 વોટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, એ AAPના ઉમેદવાર કુલદીપ કુમારના પક્ષમાં પડ્યા હતા. એ પ્રકારે ચંડીગઢમાં હવે આમ આદમી અપાર્ટી (AAP)ના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટે કહ્યું કે, અમે આદેશ આપીશું કે મેયરની ચૂંટણીમાં વોટોની ફરીથી ગણતરી કરવામાં આવે. એ સિવાય એ 8 વોટોને પણ યોગ્ય માનવામાં આવે, જેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં આ કેસ પર મંગળવારે રસપ્રદ સુનાવણી થઈ. ચીફ જસ્ટિસે વકીલો અને નીરિક્ષકોને બેલેટ પેપર દેખાડીને કહ્યું કે, જે 8 બેલેટ પેપર્સને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, તેમાંથી બધા પર કુલદીપ કુમાર માટે મ્હોર લગાવવામાં આવી હતી. અનિલ મસીહે એ બેલેટ પેપર્સ પર લાઇન ખેચી દીધી હતી. કોર્ટે પૂછ્યું કે, અંતે જ્યારે કોઈ ગરબડી જ નહોતી તો પછી તમે તેમને અયોગ્ય જાહેર કરતા લાઇન કેમ ખેચી દીધી. તેના પર અનિલ મસીહના વકીલે કહ્યું કે, વોટિંગ દરમિયાન માહોલ ખરાબ થઈ ગયો હતો. એવામાં અનિલ મસીહને લાગ્યું કે કદાચ આ લોકો બેલેટ પેપર્સમાં કોઈ ગરબડી કરી રહ્યા છે અને તેને લઈને ભાગી રહ્યા હતા.

એવામાં અનિલ મસીહે બેલેટ પેપર્સને છીનવી લીધા અને તેમના પર ક્રોસનું નિશાન બનાવતા અયોગ્ય જાહેર કર્યા. જો કે, સુપ્રીમ કોર્ટ તેમના આ તર્કથી સંતુષ્ટ ન નજરે પડી. ઉલ્લેખનીય છે કે, મેયરની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના 3 કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. એવામાં જો ફરી ચૂંટણી થતી તો ભાજપના જ મેયર બની શકતા હતા. તો સુપ્રીમ કોર્ટે જૂના વોટોને જ ફરી ગણવા કહ્યું છે અને 8 અયોગ્ય જાહેર કરવામાં આવેલા વોટોને યોગ્ય માન્ય છે. એવામાં નવેસરથી વૉટોની ગણતરીમાં ચંડીગઢમાં AAPના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અગાઉ જ મેયર બનેલા ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે રાજીનામું આપી દીધું છે.

30 જાન્યુઆરીએ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ-AAP ગઠબંધન વિરુદ્ધ ભાજપે જીત હાંસલ કરી. મેયર માટે ભાજપના મનોજ સોનકરે AAPના કુલદીપ કુમારને હરાવ્યા હતા. તેમને 16 વોટ મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિદ્વંદ્વીને 12 વોટ મળ્યા હતા, તો 8 વોટ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી અનિલ મસીહ પર 8 વોટ ખરાબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. AAP કાઉન્સિલર કુલદીપ કુમારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એ આદેશને પડકાર આપતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp