મહારાષ્ટ્રમાં હવે શું થવાનું છે? છગન ભુજબળના રાજીનામાના દાવાથી રાજકારણમાં ખળભળાટ

PC: ndtv.in

નેશનલ કોંગ્રેસ પાર્ટી ( NCP, અજિત પવાર)થી અલગ થયેલા મંત્રી છગન ભુજબળે શનિવારે દાવો કર્યો હતો, તમણે 16 નવેમ્બર 2023ના દિવસે જ મહારાષ્ટ્ર કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ આ વાતને ગુપ્ત રાખવામાં આવી હતી. મહારાષ્ટ્રના અહમદનગરમાં છગન ભુજબળે વિશાળ OBC અલ્ગાર રેલીને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી. છગન ભુજબળના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ દરમિયાન છગન ભુજબળે કહ્યું કે, તેમણે ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી પદ પરથી રાજીનામું બે મહિના પહેલા 16 નવેમ્બરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને સોંપી દીધું હતું. જ્યારે મરાઠા આરક્ષણ મુદ્દે રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ ચરમસીમાએ હતો ત્યારે તેણે તેના પર મૌન રહેવું વધુ યોગ્ય માન્યું હતું.

છગન ભુજબળે કહ્યું કે તેઓ બીજા દિવસે એટલે કે 17 નવેમ્બરના રોજ નિર્ધારિત જાહેર રેલી માટે ગયા હતા અને 18 નવેમ્બરે CM એકનાથ શિંદેએ તેમને બંને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે આ બાબતે ચર્ચા કરવા માટે મને બોલાવ્યો હતો. તે મીટિંગમાં તેમણે મને રાજીનામું પાછું ખેંચવાની વિનંતી કરી, કારણ કે તેમનું માનવું હતું કે,રાજ્યમાં રાજકીય જટીલતા અને સંભવિત કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓનું નિર્માણ થઇ શકે છે.

ભુજબળે કહ્યું કે તેમનો રાજીનામું હજુ પણ શિંદે પાસે છે, પરંતુ હવે તેઓ સમાજના હિતમાં અને OBC ને ન્યાય સુનિશ્ચિત કરવાના મોટા ઉદ્દેશ્ય માટે યેવલા (નાસિક) ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની યોજના બનાવી રહ્યા છે.આ ઘટસ્ફોટ શિવબા સંગઠનના પ્રમુખ મનોજ જરાંગે-પાટીલે 27 જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા છ મહિનાના આંદોલન બાદ પ્રસ્તાવિત મરાઠા આરક્ષણને લઈને આક્રમક વલણ અપનાવ્યા પછી થયો હતો.

ભુજબળે રેલીમાં કહ્યું કે, મરાઠા અનામતની માંગ પુરી કરવા માટે OBC કોટા મામલે તેઓ કોઇ પણ અન્યાય થવા દેશે નહીં. બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, OBC નેતા અને રાજ્યના કેબિનેટ પ્રધાન છગન ભુજબળનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. ફડણવીસે શનિવારે મોડી રાત્રે મીડિયાને જણાવ્યું કે આ અંગે માત્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે જ સ્પષ્ટતા આપી શકશે.

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભુજબળના ગુસ્સાની પાછળ ફડણવીસનો હાથ છે. ભુજબળ અને ફડણવીસ બંને મળેલા છે. તેમણે નક્કી કર્યું છે કે ભુજબળ રાજીનામું આપશે, પરંતુ સ્વીકારવાનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp