ખાણી-પીણીની દુકાનો પર નામ લખવાનો ભાજપની સહયોગી પાર્ટીનો વિરોધ, કહ્યું- ધર્મ...
કાંવડ યાત્રાના રુટ પર આવેલી તમામ ખાણી પીણીની દુકાનોને ફરજિયાત પોતાનું નામ બોર્ડ પર લગાવવાના આદેશનો ભાજપ પાર્ટીની અંદર પણ વિરોધ થઈ રહ્યો છે અને બહાર પણ વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ભાજપની સહયોગી પાર્ટી LJPએ પણ સવાલ ઉભો કરી દીધો છે. LJPના અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ગરીબો માટે કામ કરવું દરેક સરકારની જવાબદારી છે, જેમાં સમાજના તમામ વર્ગ જેમ કે દલિત, પછાત, ઉંચી જાતિઓ અને મુસ્લિમો પણ શામેલ છે. જ્યારે પણ જાતિ કે ધર્મના નામે આ પ્રકારનું વિભાજન થાય છે, હું ના આનું સમર્થન કરું છું કે ના આને પ્રોત્સાહિત કરું છું. મને લાગે છે કે મારી ઉંમરનો કોઈપણ શિક્ષિત યુવાન આવી વસ્તુઓથી પ્રેરિત નથી થતોય હું કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર સામે મારો વાંધો ઉઠાવીશ.
હરિદ્ધારમાં પણ આદેશ...
ઉત્તર પ્રદેશની જેમ હવે ઉત્તરાખંડમાં પણ કાંવડ યાત્રાના રૂટ પર આવેલી રેસ્ટોરાં અને હોટલના માલિકોએ તેમના નામના બોર્ડ લગાવવાના રહેશે. હરિદ્વાર પોલીસે કાંવડ યાત્રા રૂટ પર આવતી તમામ હોટેલ, ઢાબા અને રેસ્ટોરાંના માલિકોને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે.
હરિદ્વારના SSP પ્રમેન્દ્ર ડોબાલે જણાવ્યું હતું કે, કાંવડ યાત્રાની તૈયારીઓને લઈને, અમે કાંવડ માર્ગ પરની હોટેલ, ઢાબા, રેસ્ટોરાં અને શેરી વિક્રેતાઓને સામાન્ય સૂચના આપી છે કે તેઓ તેમની દુકાનો વગેરે પર માલિકનું નામ લખે. જો તેઓ આવું નહીં કરે તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. ઘણી વખત આના કારણે વિવાદ થાય છે, તેથી અમારા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે હાઈવે પર સ્થિત હોટલ, ઢાબા અને અન્ય ખાદ્યપદાર્થોની દુકાનોનું નિરીક્ષણ કરવું જોઈએ અને રેટ લિસ્ટ તૈયાર કરવામાં આવવું જોઈએ.
#WATCH उत्तराखंड: हरिद्वार पुलिस प्रशासन ने रेस्तरां मालिकों को कांवड़ यात्रा मार्ग पर नाम प्रदर्शित करने का आदेश जारी किया।
— ANI_HindiNews (@AHindinews) July 19, 2024
हरिद्वार SSP पद्मेंद्र डोबाल ने बताया, "कांवड़ की तैयारियों के संबंध में जो होटल, ढाबे, रेस्तरां और कांवड़ मार्ग पर जो रेड़ी-पटरी वाले हैं उन्हें हमारे… pic.twitter.com/DuBdgUPfAe
તમને જણાવી દઈએ કે આ પહેલા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કાંવડ યાત્રા પર DIG અજય કુમાર સાહનીએ કહ્યું હતું કે પોલીસ દ્વારા સમગ્ર કાંવડ રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કાંવડ કમિટી અને હોટલ-ઢાબાના માલિકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને નક્કી કરવામાં આવી રહ્યું છે કે તમામ હોટલ-ઢાબા સ્વચ્છ રાખવામાં આવે, રેટ લિસ્ટ મુકવામાં આવે. હોટલ-ઢાબાના માલિકોના નામ લખવામાં આવે. દરેકને આ વિશે કહેવામાં આવ્યું છે અને દરેક તેની સાથે સંમત છે. અનિવાર્યપણે દરેકે આ કરવાનું છે, કાંવડ શિબિરો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મુઝફ્ફરનગરમાં કાંવડ યાત્રા માર્ગ પર સ્થિત હોટલ, ઢાબા અને રેસ્ટોરાંના સંચાલકોને તેમના માલિકોના નામ લખવા માટે ઉત્તર પ્રદેશ પોલીસના આદેશ સામે વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો છે. જો કે વિશ્વ હિન્દુ પરિષદે તેમની ટીકા કરી અને કહ્યું કે હિન્દુઓની આસ્થાની રક્ષા કરવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp