માલદીવ્સે અંતે તો ભારત સાથે સમાધાન કરવું પડ્યું, ચીન પાછું અકળાયું

PC: livemint.com

માલદીવ સાથે ચાલી રહેલા રાજનીતિક તણાવ વચ્ચે ભારતને એક મોટી કૂટનીતિક જીત મળી છે. માલદીવ્સે ભારતીય પાયલટને માલદીવ્સમાં હેલિકોપ્ટર ઓપરેટ કરવાની મંજૂરી આપી દીધી છે. માલદીવ્સે ભારતીય પાયલટને ભારતીય નાગરિક બતાવ્યા છે. માલદીવ્સના રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વાસ્થ્ય સુવિધાઓના ઉદ્દેશ્યથી ભારત દ્વારા માલદીવ્સને આપવામાં આવેલા હેલિકોપ્ટરોને ઓપરેટ કરવા માટે ભારતીય નાગરિકોનું એક ગ્રુપ માલદીવ આવી રહ્યું છે.

માલદીવ્સમાં ભારતીય નાગરિકોની ઉપસ્થિતિ એટલે મહત્ત્વની છે કેમ કે હિન્દ મહાસાગરમાં સ્થિત માલદીવ્સ રણનીતિક રૂપે ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કૂટનીતિક અને રાજનીતિક શબ્દાવલીમાં હિન્દ મહાસાગર ભારતનું બેકયાર્ડ કહેવાય છે. એ સિવાય માલદીવ્સમાં મોહમ્મદ મુઈજ્જુની સરાકર બન્યા બાદ જ બંને દેશો વચ્ચે રાજનીતિક તણાવ ચરમ પર છે. રાષ્ટ્રપતિ મુઈજ્જુ અને તેમની પાર્ટીને ચીનની સમર્થક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોહમ્મદ મુઈજ્જુની ભારતીય સૈનિકોને દેશ છોડવાની માગ બાદ જ બંને દેશો વચ્ચે સંબંધોમાં ખટાસ આવી છે.

માલદીવ્સ રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માલદીવ્સમાં હેલિકોપ્ટર ઓપરેટ કરવા માટે ભારતીય નાગરિક અડ્ડૂ શહેર આવી રહ્યા છે. એક હેલિકોપ્ટર GAN એરપોર્ટ પર સ્થિત છે. રિપોર્ટ મુજબ આજે રાત્રે GAN એરપોર્ટ પર ભારતીય પાયલટ પહોંચી જશે, ત્યારબાદ હેલિકોપ્ટર ઓપરેટિંગનું કામ ભારતીય નાગરિકોને આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

આ બધા નાગરિક માલદીવ્સમાં તૈનાત હાલના સૈન્ય કર્મીઓની જવાબદારી સંભાળશે અને ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા હેલિકોપ્ટરને ઓપરેટ કરશે. માલદીવ્સ રક્ષા મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે, વર્તમાનમાં લામૂ ગણ કધધૂ એરપોર્ટ પર તૈનાત હેલિકોપ્ટરને મેન્ટેનેન્સ માટે પાછા ભારત મોકલવામાં આવશે. રિપ્લેસમેન્ટ કાલે એટલે કે બુધવારે માલદીવ્સ પહોંચશે. સરકારી આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ 2023-24 એટલે કે માર્ચમાં સમાપ્ત થતા નાણાકીય વર્ષ દરમિયાન ભારતે માલદીવ્સમાં વિકાસ પરિયોજનાઓ પર લગભગ 7.71 અબજ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  આ ખર્ચ નિર્ધારિત બજેટનો લગભગ બે ગણો છે.

એ સિવાય નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા બજેટમાં માલદીવ્સ માટે 6 અબજ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે માલદીવ્સ માટે ફળવેલા બજેટને સંશોધિત કરતા વધારી દેવામાં આવ્યું છે. વર્તમાન નાણાકીય બજેટમાં માલદીવ માટે લગભગ 7.8 અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp