તું તોડબાજ, તું લુખેશ-સુરતની પાલિકામાં નેતાઓ સામ-સામે

PC: trishulnews.com

સુરત મહાનગર પાલિકાની તાજેતરમાં સામાન્ય સભા મળી હતી જેમા નગર સેવકોએ બેફામ વાણી વિલાસ કરતા ભારે હોબાળો મચી ગયો હતો અને વાત મારા મારી સુધી પહોંચી ગઇ હતી. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટર કનુ કેડીયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી વિશે આપત્તિજનક ઉચ્ચારણો કર્યા હતા. જેને કારણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કનુ કેડીયાને કહ્યું હતું, તુ ચુપ રહેજે, તું તો લુખેશ છે. તો બીજી એક ચર્ચામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એકબીજાને તોડબાજ હોવાનો આરોપ લગાવ્યો હતો.

મેયર દક્ષેણ માવણાએ વિપુલ સુહાગિયાને માફી માંગવા કહ્યુ હતું તો સુહાગિયાએ કહ્યુ કે હું મારા શબ્દો પાછા ખેંચી લઉં છું, પરંતુ માફી નહીં માગું. કનુ કેડિયા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતી ત્યારે તેમણે પણ લુખેશ શબ્દ વાપર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp