શિવરાજ તેમના CM સામે શીંગડા ભેરવી રહ્યા છે, જાણો શું થયું ?

PC: amarujala.com

મધ્ય પ્રદેશમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવે આવતાની સાથે ઘણા બધા નિર્ણયો લીધા,પરંતુ પૂર્વ મુખ્યમંત્રી પોતાના જ CMની પાછળ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

મોહન યાદવની કેબિનેટે લાઉડસ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવવા અંગે પહેલો આદેશ જારી કર્યો હતો. મોહન સરકારના આદેશમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરીને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ધાર્મિક અને જાહેર સ્થળો પર લાઉડ સ્પીકર નિર્ધારિત ડેસિબલમાં વગાડવાના રહેશે. ભેરુંડામાં જ બેન્ડ ઓપરેટરોએ સરકારના આ આદેશ અંગે શિવરાજને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.

શિવરાજ સિંહ ચૌહાણે બેન્ડ સંચાલકોને આશ્વાસન આપતા કહ્યું કે તમે તમારે બેન્ડ વગાડો, ડ્રમ વગાડો જો કોઈ તમને રોકશે તો હું જોઈ લઈશ. શિવરાજના નિવેદનમાં હું ‘જોઈ લઈશ’નો અર્થ શું છે તે ફક્ત મામા શિવરાજ જ જાણે છે, પરંતુ તેને મોહન સરકારની આંખ બતાવવા તરીકે જોવા મળે છે.

શિવરાજ સિંહ ચૌહાણે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકેની ખુરશી છોડ્યા પછી કઇંક અલગ અંદાજમાં જ જોવા મળી રહ્યા છે. કોઇક વાર તેમનો હાઇ જોશ દેખાઇ જાય છે તો કોઇક વાર નિરાશા પણ છલકતી જોવા મળી રહી છે. તો કોઇકવાર મધ્ય પ્રદેશમાં પોતાની જ સરકાર સામે શિંગડા પણ ભેરવી રહ્યા છે.

બે દિવસ પહેલા સિહોર જિલ્લાના ભેરુંડા પહોંચેલા શિવરાજે લાડલી બહેનોને સંબોધીને કહ્યું કે ચિંતા કરશો નહીં, 10મીએ તમારા ખાતામાં પૈસા આવી જશે. તેમણે એમ પણ કહ્યું કે ભાઈ-બહેનનો સંબંધ એક વિશ્વાસનો છે અને આ વિશ્વાસનું બંધન ક્યારેય તૂટશે નહીં.

શિવરાજના આ નિવેદનને લાડલી બહેના યોજનાના ભવિષ્યને લઈને શંકાના વાદળો દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે અને બહેનોને સંદેશ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે કે ભલે તેઓ CMન હોય, પરંતુ સરકારમાં ચાલશે તેમનું જ તેઓ એ સંદેશ આપવાનું પણ ભૂલ્યા નહોતા કે તેઓ નેતા નહીં બનીને એક પરિવારની જેમ દરેકનું ધ્યાન રાખશે અને દરેકની સેવા કરવાનું અભિયાન ચાલુ રહેશે.

શિવરાજના નિવેદનોમાં, પાર્ટીની જંગી જીત છતાં, CM પદ પરથી તેમની વિદાયની પીડા અને કડવાશ છે. તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે ઘણી વખત રાજ્યાભિષેક પહેલા વનવાસ થઈ જાય છે. હવે પોસ્ટરમાંથી ગાયબ ફોટો, બંને સીએમ ન બની શકવાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp