CM નીતિશ કુમારની અચાનક બગડી તબિયત, પટનાના મેદાન્તા હૉસ્પિટલમાં દાખલ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની શનિવારે અચાનક તબિયત બગડી ગઈ. ત્યારબાદ તેમણે મેદાન્તા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમના હાથમાં તેજ દુઃખાવો થઈ રહ્યો હતો. મેદાન્તા હૉસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે. શનિવારની સવારે મુખ્યમંત્રી નીતિશ કુમારના હાથમાં અચાનક તેજ દુઃખાવો થઈ ગયો. તેમને તાત્કાલિક પટનાની મેદાન્તા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ઓર્થોપેડિક્સ વિભાગના ડૉક્ટરોની ટીમે તેમની તપાસ કરી.
નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી ચૂંટણીમાં સતત વ્યસ્ત ચાલી રહ્યા હતા. પછી NDAના મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે તેમની પાર્ટી JDUની કેન્દ્ર સરકારની રચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. આ દરમિયાન તેમણે ઘણી વખત દિલ્હીનો પ્રવાસ કર્યો. તેઓ 9 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવી કેબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ રહ્યા હતા. દિલ્હીથી પટના ફરેલા નીતિશ કુમારે શુક્રવારે જ કેબિનેટની બેઠક લીધી હતી. બેઠકમાં બેરોજગારી ભથ્થું અને સરકારી કર્મચારીઓના આવાસ ભથ્થા સહિત 25 મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા.
JDUએ 29 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ગત દિવસોમાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા હતા. એ છતા આખી ચૂંટણી દરમિયાન તેઓ ખૂબ સક્રિય નજરે પડ્યા. સતત વ્યસ્તતા વચ્ચે શનિવારે હાથમાં દુઃખાવો થવા પર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર કરાવી રહ્યા છે.
ગત લોકસભાની ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)એ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે પાર્ટીને 12 સીટો પર જીત મળી હતી. લોકસભાની ચૂંટણીમાં NDA ગઠબંધનની સરકાર બનવા સાથે જ નીતિશ કુમાર કેન્દ્રમાં પોતાની તાકત વધારી ચૂક્યા છે. તો મોદી મંત્રી મંડળમાં પણ JDU કોટાના 2 મંત્રી બન્યા છે. આગામી 29 જૂનના રોજ JDUની કાર્યકરિણીની બેઠક થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp